લો બોલો, પાકિસ્તાનમાં પાવર કટ માટે પણ ભારત જવાબદાર!
લો બોલો, પાકિસ્તાનમાં પાવર કટ માટે પણ ભારત જવાબદાર!
પાકિસ્તાનમાં શનિવારે મોડી રાતે પાવર કટને કારણે કેટલાંય વડાં શહેરોમાં અંધારપટ થઈ ગયો હતો. રાજધાની ઈસ્લામાબાદ, કરાચી, લાહોર, મુલ્તાન અને પેશાવર જેવાં કેટલાંય શહેર આખી રીત અંધારામાં રહ્યાં. ભલે ઉર્જા મંત્રાલયે ટેક્નિકલ ખરાબીના વાત કહી દીધી હોય પરંતુ પાકિસ્તાનમાં કંઈપણ થાય તો તેમને ભારત જરૂર નજરે ચઢવા લાગે છે. ઈમરાન સરકારના ગૃહમંત્રીએ તો આ પાવરકટને પણ ભારતનું ષડયંત્ર ગણાવી દીધું.

ઈમરાન સરકારમાં ગૃહમંત્રી શેખ રશીદનું રાજનૈતિક જીવન ભારતના વિરોધ પર જ ચાલી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. પાકિસ્તાનમાં બ્લેકઆઉટ થયું તો તેમણે આના માટે ભારતને જવાબદાર ઠેરવી દીધું. રશીદે કહ્યું કે ખેડૂત આંદોલનથી દુનિયાનું ધ્યાન હટાવી શકાય તે માટે પાકિસ્તાને વીજળી કાપી નાખી.
ટ્વિટર પર ટ્રેન્ડ કરવા લાગ્યા
પાકિસ્તાનમાં વીજળી કટ બાદ ટ્વિટર પર #Blackout ટ્રેન્ડ કરવા લાગ્યું. પાકિસ્તાનના ઉર્જા મંત્રાલયે ટ્વીટ કરી પાવરકટનું કારણ જણાવ્યું. મંત્રાલયે લખ્યું કે પાવર ટ્રાન્સમિશન સિસ્ટમની ફ્રીક્વેંસીમાં અચાનક 50થી 0ની ગિરાવટ થઈ, જેના કારણે દેશવ્યાપી બ્લેકઆઉટ થયું.
આ ટેક્નિકલ ખરાબી 11 વાગીને 41 મિનિટ પર થઈ હતી જે બાદ અચાનક જ કેટલાંય શહેર અંધારામાં ડૂબી ગયાં હતાં. બ્લેકઆઉટને લઈ મંત્રાલયે લોકોને સંયમ વરતવાની અપીલ કરી છે.
વડાપ્રધાન ઈમરાન ખાનના સહાયક શાહબાજ ગિલે જણાવ્યું કે ઉર્જા મંત્રી ઉમર અયૂબ અને તેમની આખી ટીમ આ પાવર બ્લેકઆઉટ પર કામ કરી રહી છે.












Click it and Unblock the Notifications
