Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી પર મિસાઈલ હુમલો, જાણો કેવી છે હાલત?

યુક્રેન અને રશિયા વચ્ચેનું યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે ફરી એક વખત યુક્રેનના રાષ્ટ્રપતિ પર હુમલો થયો છે. આ હુમલા સમયે તેમની સાથે રૂસના રાષ્ટ્રપતિ પણ હતા.

અહેવાલો અનુસાર, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી પર રશિયન મિસાઈલ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલો ત્યારે થયો જ્યારે તે ઓડેસામાં કાળા સમુદ્ર પાસેના બંદર પર ગ્રીક પીએમ કાયરિયાકોસ મિસ્ટોટાકિસ સાથે હતા.

Missile attack

ઝેલેન્સ્કી આ હુમલામાં સહેજ માટે બચી ગયા. તેમણે કહ્યું કે તે મિસાઈલની એટલી નજીક હતા કે તેણે તેને જોઈ અને તેનો અવાજ સાંભળ્યો. આ હુમલામાં ઘણા લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. આ સિવાય ઘણા લોકો ઘાયલ પણ થયા છે.

ઝેલેન્સકીએ કહ્યું કે, અમારે પહેલા પોતાનો બચાવ કરવાની જરૂર છે. આ કરવાનો શ્રેષ્ઠ રસ્તો મજબૂત હવાઈ સંરક્ષણ પ્રણાલી છે.

જણાવી દઈએ કે, રશિયા અને યુક્રેન વચ્ચે બે વર્ષથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયા આ પહેલા પણ ઘણી વખત ઓડેસાને નિશાન બનાવી ચૂક્યું છે. આ પહેલા રવિવારે રશિયાએ ડ્રોન વડે ઓડેસામાં વિનાશ મચાવ્યો હતો. જેમાં એક બે વર્ષના બાળક સહિત સાત લોકોના મોત થયા હતા જ્યારે ત્રણ વર્ષની બાળકી સહિત 8 લોકો ઘાયલ થયા હતા.

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું કે, ઈરાન દ્વારા પૂરા પાડવામાં આવેલા શહીદ ડ્રોનનો ઉપયોગ કરીને હુમલો કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે આ હુમલાનું કોઈ સૈન્ય મહત્વ નથી અને તેનો હેતુ માત્ર લોકોને મારવાનો હતો. ઝેલેન્સકીએ કહ્યું કે જો યુક્રેન શસ્ત્રોના પુરવઠામાં વિલંબનો સામનો ન કરી રહ્યું હોત તો હુમલો ટાળી શકાયો હોત.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X