For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગાયબ વિમાનને શોધવા 34 વિમાન, 40 સમુદ્ર જહાજ અને 10 દેશ ધંધે લાગ્યા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

કુઆલાલંપુર, 11 માર્ચ: ત્રણ દિવસથી સર્ચ અભિયાન ચાલુ રહ્યા બાદ પણ ગાયબ મલેશિયા વિમાનનો કોઇ કાટમાળ ન મળતાં તેના વિશે રહસ્ય પેચીદું બની ગયું છે તો બીજી તરફ બહુરાષ્ટ્રીય તપાસ અભિયાનને થાઇલેંડની સીમા નજીક અંડમાન સાગા સુધી વધારવામાં આવી છે.

મલેશિયાના નાગર વિમાનન વિભાગના પ્રમુખ અજરૂદ્દીન અબ્દુલ રહેમાને સંવાદદાતા સંમેલનમાં કહ્યું કે 'વિમાન તો છોડો, દુર્ભાગ્યપૂર્ણ અમને કંઇપણ મળ્યું નથી જે વિમાન સંબંધિત વસ્તુ દેખાય હોય. જેમ જેમ સમય પસાર થયો જાય છે વિમાનમાં સવાર લોકોના પરિવારજનોની આશા પણ ક્ષીણ થતી જાય છે.

તેમણે કહ્યું કે ' આ અનપેક્ષિત ગાયબ વિમાન રહસ્ય છે અને અમે અમારો પ્રયત્ન વધારી રહ્યાં છીએ અને અમારે જે પણ કરવું જોઇએ તે કરી રહ્યાં છીએ. મલેશિયાઇ વહિવટીતંત્ર મલેશિયા એરલાયન્સ બોઇંગ 777-200 ઉડાન એમ એચ 370નો પત્તો લગાવવામાં નિષ્ફળ રહ્યાં છે.

વિમાન શુક્રવારે દક્ષિણી ચીન સાગર ઉપરથી ગાયબ થઇ ગયું હતું. તેમાં પાંચ ભારતીય સહિત 239 લોકો સવાર હતા. બીજિંગ જઇ રહેલા આ વિમાનમાં પાંચ ભારતીય, ભારતીય મૂળના એક કનેડાઇ વ્યક્તિ સહિત 227 યાત્રી અએન ચાલક દળના 12 સભ્યો હતા.

તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે તપાસકર્તા અપહરણની સંભાવના સહિત તે બધા દ્રષ્ટિકોણને જોઇ રહ્યાં છે જેમને લીધે વિમાન ગાયબ થઇ રહ્યું છે. આતંકવાદી વિરોધી એજન્સીઓ અને એફબીઆઇ પણ તપાસમાં સામેલ કરવામાં આવી છે.

malaysian-jet-air

શોધ અભિયાનમાં 34 વિમાન, 40 સમુદ્રી જહાજો અને દસ દેશોની ટીમ જોડાઇ છે. રહમાને કહ્યું હતું કે ડીસીએ આગામી થોડા દિવસોમાં અભિયાન ક્ષેત્રને વધારશે. તેમણે કહ્યું હતું કે હાલમાં તે અનુમાન લગાવી રહ્યાં છે કે વિમાનનું શું થયું હશ્યે કારણ કે હજુ મળ્યું નથી.

વિમાનનો દરવાજો મળ્યો હોવાના સમાચારોને રહેમાને મહત્વ આપ્યું નથી. તેમણે કહ્યું હતું કે વિયતનામી અધિકારીઓએ આ સમાચારોની પુષ્ટિ કરી નથી. અધિકારીઓએ તેનું પણ ખંડન કર્યું છે કે મલેશિયાન સમુદ્રમાં ગાયબ વિમાનને અંતિમ જ્ઞાત સ્થાનની નજીક તેલની પટ્ટી પર જોવા મળ્યું હતું જે વિમાનની હોઇ શકે છે. મલેશિયાના વિમાન ગુમ થવાના મુદ્દે આતંકી ઘટના સબંધિત તપાસ શરૂ કરી દિધી છે. આ વિમાન શુક્રવારે અડધી રાત્રે કુઆલાલંપુરથે ઉડાણ ભરીને એક કલાક બાદ અચાનક રડાર પરથી અદ્રશ્ય થઇ ગયું હતું.

English summary
Investigators in Malaysia are voicing skepticism that the airliner that disappeared early Saturday with 239 people on board was the target of an attack, U.S. and European government sources close to the probe said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X