બોયફ્રેન્ડને ખુશ કરવા મોડેલે હદ વટાવી, 40 વર્ષની ઉમરે દર્દનાક મોત
પ્રેમમાં માણસ કઈ પણ કરી જાય છે. આવી જ હદ વટાવવી એક ઘટના ગાલમાં જ સામે આવી છે. પ્રેમીને ખુશ કરવાના ચક્કરમાં અહીં એક મોડેલને જીવ ગુમાવવો પડ્યો છે.
પ્રેમનો નશો એવો છે કે તેમાં વ્યક્તિ વિચારવાનું ભુલી જાય છે અને તેના સારા ખરાબનો કોઈ ભેદ સમજાતો નથી. બ્રાઝિલની એક મોડેલ સાથે પણ આવુ જ થયુ છે. આ મોડેલે પોતાના બોયફ્રેન્ડને ઈમ્પ્રેસ કરવા હદ વટાવી અને તેના કારણે જીવ ગુમાવવાનો વારો આવ્યો.

લોકપ્રિય બ્રાઝિલિયન મોડલ અને સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર લીગિયા ફૈઝિયોએ તેના બોયફ્રેન્ડને ઈમ્પ્રેસ કરવા માટે સર્જરી કરાવી હતી. તેણીના હિપમાં સિલિકોન અને પીએમએફએ ફિલર દરમિયાન ઈન્ફેક્શનથી તેનું 31 મેના રોજ મૃત્યુ થયું છે.
મોડલ અને ઈન્ફ્લૂએન્સર લીગિયાના ઈન્સ્ટાગ્રામ પર 949K ફોલોઅર્સ છે. હવે તેના મૃત્યુના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા ફેન્સને આઘાત લાગી રહ્યો છે.લીગિયાએ મૃત્યુ પહેલાં કહ્યું હતું કે તેના બોયફ્રેન્ડને બિગર બમ પસંદ છે. તે જલ્દી જ તેના પ્રેમીને સરપ્રાઈઝ આપશે.
લીગિયાએ જણાવ્યું કે, બમ ફિલર કરાવ્યા પછી જ્યારે તે તેના બોયફ્રેન્ડ સામે આવી તો તે ઈમ્પ્રેસ ન થયો. ત્યારબાદ તેણે ફરીથી ફિલર કરાવ્યું. આ સર્જરી પછી તેને ડિસેમ્બર 2021 માં સમસ્યા થવા લાગી અને તેણે ડૉક્ટરની મદદથી ફિલર દૂર કરાવ્યું. પરંતુ આ પછી તેના શરીરમાં ઈન્ફેક્શન ફેલાતા મોત થયુ.












Click it and Unblock the Notifications
