TIMEના પોલમાં મોદીને જસ્ટિન બીબર કરતાં વધારે NO વોટ

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 21 એપ્રિલ : 'ટાઇમ' મેગેઝિન દ્વારા વિશ્વના 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાં ચાલી રહેલા લાઇન પોલમાં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને આપના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ અને કેનેડિયન સિંગર જસ્ટિન બીબર કરતા વધારે NO વોટ્સ મળ્યા છે.

આ માટેનું વોટિંગ 22 એપ્રિલના રોજ બંધ થઇ રહ્યું છે અને અંતિમ પરિણામ 24 એપ્રિલે જાહેર કરવામાં આવશે. આ ચૂંટણીઓમાં વર્તમાન વડાપ્રધાન તરીકે પ્રોજેક્ટ કરવામાં આવેલા નરેન્દ્ર મોદીને 1થી 10ના સ્કેલમાં 6 જેટલા નેગેટિવ વોટ મળ્યા હતા. જ્યારે જસ્ટિન બીબરને નરેન્દ્ર મોદી કરતા ઓછા નેગેટિવ વોટ મળ્યા હતા.

અલબત્ત આ અંગે નરેન્દ્ર મોદીના ચાહકોએ નકારાત્મક વલણ જોતા જ તેઓ કામે લાગી ગયા હતા અને યસ વોટની લહેર ચાલી હતી. તેમણે ટ્વિટર ઉપર પણ યસ આપવાની અપીલ કરી હતી. ટાઇમ મેગેઝિન દ્વારા પ્રભાવશાળી 100 વ્યક્તિઓની યાદીમાં જે તે વ્યક્તિને લેવી કે નહીં તે અંગે મત મંગાવવામાં આવ્યા હતા.

20 એપ્રિલ, રવિવારે રાત સુધીમાં થયેલા વોટિંગના આંકડા જોઇએ તો કેજરીવાલને 87 ટકા વોટ યસના મળ્યા હતા. જ્યારે 13 ટકા લોકોએ ના પાડી હતી. આ માટે અત્યાર સુધીમાં 1,13,000 મતો પડ્યા છે. હજી પણ વોટિંગ ચાલુ જ છે.

નરેન્દ્ર મોદીના 62 ટકા મતો ના કહેતા મળ્યા હતા જ્યારે માત્ર 38 ટકા મતો હા કહેતા મળ્યા હતા. તેમના માટે અત્યાર સુધીમાં અંદાજે 68,000 મતો પડ્યા છે.

અન્ય વ્યક્તિઓમાં જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલને 9,763, ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉનને 13,000 મતો, ચીનના રાષ્ટ્રપતિ ક્ઝિ જિનપિંગને 7,777 મતો અને માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સને 13,730 મતો મળ્યા હતા.

ભાજપના PM પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી

ભાજપના PM પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી

68,000 મતો

AAPના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ

AAPના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ

1,13,000 મતો

જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ

જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ

9,763 મતો

ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન

ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન

13,000 મતો

ચીનના રાષ્ટ્રપતિ ક્ઝિ જિનપિંગ

ચીનના રાષ્ટ્રપતિ ક્ઝિ જિનપિંગ

7,777 મતો

માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ

માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ

13,730 મતો

English summary
BJP prime ministerial candidate Narendra Modi had many more “No” votes than Canadian pop singer Justin Bieber and polled far fewer popular votes than AAP leader Arvind Kejriwal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X