ભારત- ચીન વિવાદ પર ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, બોલ્યા- ગતિરોધને લઈ મોદીનું મૂડ ઠીક નથી
ભારત- ચીન વિવાદ પર ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, બોલ્યા- ગતિરોધને લઈ મોદીનું મૂડ ઠીક નથી
નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે પાછલા કેટલાક દિવસોથી તણાવની સ્થિતિ છે. આ દરમિયાન અમેરકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશો વચ્ચે ચાલી રહેલ તણાવ પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ભારત અને ચીન વચ્ચે મોટો વિવાદ ચાલી રહ્યો છે. 14 બિલિયન લોકોની વસ્તીવાળા બહુ તાકાતવર મિલિટ્રી વચ્ચે આ વિવાદ ચાલી રહ્યો છે. મેં પીએમ મોદી સાથે વાત કરી છે, ચીન સાથે જે ચાલી રહ્યું છે તેને લઈ મોદીનું મૂડ ઠીક નથી.

ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન
જણાવી દઈએ કે અગાઉ ટ્રમ્પે ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલ સીમા વિવાદને લઈ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે તમને જણાવવા માંગું છું કે આ મામલે મેં પ્રધાનમંત્રી સાથે વાત કરી છે, ચીનની સાથે જેવું ચાલી રહ્યું છે તેને લઈ તેમનું મૂડ ઠીક નથી. વ્હાઈટ હાઉસમાં પત્રકારો સાથે વાત કરતી વખતે જ્યારે તેમણે મધ્યસ્થતાને લઈ પ્રેસિડેન્ટને સવાલ પૂછ્યો તો તેમણે કહ્યું કે મારી મદદ માંગવામાં આવશે તો હું મદદ જરૂર કરીશ.

ભારતે મધ્યસ્થતાની રજૂઆત ઠુકરાવી
પ્રેસડેન્ટ ટ્રમ્પે ભારત-ચીન મામલે મધ્યસ્થતાને લઈ ટ્વીટ કર્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે અમે ભારત-ચીન વચ્ચે ઉભરતા વિવાદમાં મધ્યસ્થતા કરવાનો ફેસલો લીધો છે, જેના માટે અમે તૈયાર છીએ. અમે મધ્યસ્થતાના ઈચ્છુક છીએ અને આના માટે યોગ્ય પણ છે. પરંતુ ભારતે ટ્રમ્પના આ પ્રસ્તાવને ઠુકરાવી દીધો હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું હતું કે અમે શાંતિપૂર્ણ સમાધાન ઈચ્છીએ છીએ અને ચીન સાથે સંપર્કમાં છીએ.

ચીન પર ટ્રમ્પનો હુમલો
અગાઉ ટ્રમ્પે ટ્વીટ કરીને લખ્યું હતું કે આખી દુનિયાને ચીને કોરોના વાયરસનો એટલી ખરાબ ભેટ આપી છે અને આ સતત વધી રહી છે, આ બિલકુલ સારું નથી. ચીનમાં કેટલાક નમૂનાઓ કોરોના માટે અન્ય રાજ્યોને દોષ આપી રહયા છે, બલકે ચીનની નાકામીએ જ દુનિયાભરમાં હત્યાઓને અંજામ આપ્યો અને આ ચીની અક્ષમતા સિવાય બીજું કશું જ નથી.
-
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
