For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફ્રાન્સમાંથી કોરોનાનો ઓમિક્રૉન કરતા વધુ ચેપી વૅરિયન્ટ મળી આવ્યો - BBC Top News

ફ્રાન્સમાંથી કોરોનાનો ઓમિક્રૉન કરતા વધુ ચેપી વૅરિયન્ટ મળી આવ્યો - BBC Top News

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

ફર્સ્ટપોસ્ટના અહેવાલ પ્રમાણે, નવો વૅરિયન્ટ બી.1.640.2 મળી આવ્યો છે. ફ્રાન્સના માર્સેલી નજીકથી 12 દર્દીઓમાં આ વૅરિયન્ટની હાજરી જોવા મળી છે.

નવા વૅરિયન્ટમાં ઓમિક્રૉન કરતા પણ વધુ 46 મ્યુટેશન છે, જે તેને વધુ ચેપી બનાવે છે અને રસી પ્રતિરોધક બનાવે છે.

ઓમિક્રૉન વૅરિયન્ટને કારણે વિશ્વ કોવિડ-19ના કેસોમાં વધારો સામે લડી રહ્યું છે ત્યારે, ફ્રાન્સના વૈજ્ઞાનિકોએ નવો વૅરિયન્ટ શોધી કાઢ્યો છે.

B.1.640.2 નામના વૅરિયન્ટની શોધની જાહેરાત medRxiv પર પોસ્ટ કરાયેલા પેપરમાં કરવામાં આવી હતી.

નવા વૅરિયન્ટની શોધ 10 ડિસેમ્બરે કોરોના સંક્રમિત દર્દીમાંથી 'આઈએચયુ મેડિટેરેન ઇન્ફેક્શન’ સંસ્થાનાં સંશોધકોએ કરી હોવાથી તેનું નામ 'આઈએચયુ’ રાખવામાં આવ્યું છે.


ભારતમાં બે દિવસમાં 84 લાખ કિશોરોને રસી અપાઈ

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે, ભારતમાં બે દિવસથી 15થી 18 વર્ષના કિશોરો માટે કોરોના રસીકરણ શરું થયુ છે અને બે દિવસમાં મંગળવાર રાત્રે 10 વાગ્યા સુધીમાં દેશમાં 84 લાખ કિશોરોને રસીનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે.

સરકારે આ વયના કિશોરોમાં 20 દિવસમાં 85થી 90 ટકાને પહેલો ડોઝ આપી દેવાનો લક્ષ્યાંક રાખ્યો છે.

ભારત સરકારે 15-17 વય જુથમાં 7.4 કરોડ કિશોરોનો અંદાજ મૂક્યો છે. આ વયજુથ માટે કોવૅક્સિન રસીને પ્રમાણિત કરવામાં આવી છે.

સૌથી વધુ ગુજરાતમાં બે દિવસમાં 11 લાખ અને મધ્ય પ્રદેશમાં 10 લાખ બાળકોને રસી આપવામાં આવી છે. ત્યારપછીના ક્રમે ઉત્તર પ્રદેશ (4.5 લાખ), મહારાષ્ટ્ર (4.4 લાખ) અને બિહાર (4.3 લાખ) આવે છે.


કોરોના વાઇરસ ફર્નિચર

https://www.youtube.com/watch?v=m7HyB91-1mU

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
More contagious variants of Corona than Omicron were found from France
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X