For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકામાં એક દિવસમાં રેકૉર્ડ 10 લાખથી વધુ કોરોના કેસે વધારી દુનિયાભરની ચિંતા

અમેરિકામાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. રોજ જે રીતે લાખો કેસ સામે આવી રહ્યા છે તેણે લોકોની ચિંતા વધારી દીધી છે.

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ અમેરિકામાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. રોજ જે રીતે લાખો કેસ સામે આવી રહ્યા છે તેણે લોકોની ચિંતા વધારી દીધી છે. સોમવારે અમેરિકામાં સર્વાધિક કોરોના કેસ સામે આવ્યા છે કે જે એક વિશ્વ રેકૉર્ડ પણ છે. રિપોર્ટ મુજબ સોમવારે અમેરિકામાં એક દિવસમાં 10 લાખથી વધુ કોરોનાના કેસ સામે આવ્યા છે. રવિવારે અમેરિકામાં કોરોનાના લગભગ 5.9 લાખ કેસ સામે આવ્યા હતા જ્યારે સોમવારે આ આંકડો લગભગ બમણો થઈ ગયો. કોરોનાના રેકૉર્ડ કેસોના કારણે અમેરિકામાં સ્કૂલ, કૉલેજ વગેરે બંધ છે, ઘણી ફ્લાઈટો પણ રદ કરી દેવામાં આવી છે.

corona

અમેરિકામાં વધતા કોરોના કેસોના કારણે ઘણી સ્કૂલોએ પોતાની રજાઓ આગળ લંબાવી દીધી છે. ઘણી સ્કૂલોએ ફરીથી ઑનલાઈન અભ્યાસ શરુ કરાવી દીધો છે. વળી, અમુક સ્કૂલોમાં વ્યક્તિગત ક્લાસ ચાલી રહ્યા છે. વળી, રવિવારે અમેરિકાની 4000 ફ્લાઈટને રદ કરી દેવામાં આવી હતી. આ ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ બંને છે. વળી, રવિવારે 4519 વિમાનોની ઉડાનમાં વિલંબ થયો. અમેરિકામાં 30 ડિસેમ્બરે 5.8 લાખ કોરોના કેસ સામે આવ્યા હતા. ત્યારબાદથી સતત કોરોનાના નવા વેરિઅંટ ઓમિક્રૉનના કારણે સંક્રમણના કેસ વધી રહ્યા છે. અમેરિકા સાથે યુરોપના ઘણા દેશોમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. જ્યારે ભારતમાં પણ સંક્રમણની ગતિ ઝડપથી વધી રહી છે જેના કારણે ઘણા પ્રદેશમાં નાઈટ કર્ફ્યુ, સાપ્તિહિક લૉકડાઉન લગાવવામાં આવી રહ્યુ છે.

English summary
More than 10 lakh corona cases in USA makes new world record
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X