એક સદીથી વધુ સમય બાદ ટાઈટેનિકમાંથી અમૂલ્ય હાર મળી આવ્યો, કિંમત જાણીને ચૌકી જશો
દુનિયામાં એક સમયે સૌથી મોટુ જહાજ હોવાનું ગૌરવ ધરાવનારૂ ટાઈટેનિક દરિયાની લહેરો સામે તુડી પડ્યુ હતું. ટાઈટેનિક ડુબ્યા બાદ તેની સાથે હજારથી વધુ લોકો અને કરોડોની કિંમતનો ખજાનો પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. હવે સંશોધકોને કરોડોની કિંમતનો એક હાર મળી આવ્યો છે.
ટાઈટેનિક ડુબ્યાના 111 વર્ષ બાદ પણ તેને લઈને સતત સંશોધકો સંશોધન કરી રહ્યા છે. આ ક્રમમાં તાજેતરમાં જ ટાઇટેનિકના કાટમાળમાંથી ખોવાયેલો એક કરોડોની કિંમતનો નેકલેસ મળી આવ્યો છે.

ગ્યુર્નસી સ્થિત ફર્મ મૈગલને 111 વર્ષ પહેલાં આઇસબર્ગ સાથે અથડાયા બાદ એટલાન્ટિક મહાસાગરમાં ડૂબી ગયેલા ટાઇટેનિકના ભંગારનાં 700,000 ફોટોગ્રાફ્સ માટે બે સબમરીનનો ઉપયોગ કર્યો હતો.
આ અંડરવોટર ડિજિટલ સ્કેનિંગ પ્રોજેક્ટ ટાઈટેનિકને લઈને હાથ ધરાયેલો અત્યાર સુધીનો સૌથી મોટો પ્રોજેક્ટ છે. આ સ્કેનિંગમાં ઘણી વસ્તુઓ મળી આવી છે. તેમાંથી એક વસ્તુ સોનાનો હાર છે. આ ઉપરાંત સંશોધકોને મેગાડોનનો એક દાંત પણ મળ્યો છે. મેગાડોન એ શાર્કની લુપ્ત થતી પ્રજાતિ છે અને પૃથ્વી પર જોવા મળતી સૌથી મોટી શાર્ક છે.
રિસર્ચ ટીમે સ્કેનિંગ દરમિયાન મળી આવેલા કિંમતી હારને ત્યાં જ રહેવા દીધો છે. યુકે અને યુએસ વચ્ચેના કરારને કારણે ટાઇટેનિક સાઇટ પરની કોઈપણ કલાકૃતિઓ સાથે કોઈપણ પ્રકારની છેડછાડ પર પ્રતિબંધ છે.
મૈગલન હવે તે નેકલેસના માલિકને શોધી રહી છે. આ માટે તે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો સહારો લેવા જઈ રહી છે. જેથી તે નેકલેસના અસલી માલિકના પરિવારને શોધી શકે. આના માટે AI થી જહાજમાં સવાર 2200 મુસાફરોની ફૂટેજનું વિશ્લેષણ કરશે.
નિષ્ણાતો અનુસાર, AI થી આ હાર પહેરેલી મહિલાને શોધી શકાય છે. મેગલનના સીઈઓ રિચાર્ડ પાર્કિન્સને આ શોધને આશ્ચર્યજનક, સુંદર અને આકર્ષક ગણાવી. તેમણે કહ્યું કે ટાઇટેનિક બે ભાગમાં તૂટી ગયું છે અને જેનો કાટમાળ ત્રણ ચોરસ માઇલમાં ફેલાયેલો છે. ટીમે ક્ષેત્રને એટલી ઝીણવટથી તપાસ્યુ કે અમે આ વિગતો મેળવી શક્યા.












Click it and Unblock the Notifications
