આ મહિલાને મોટાભાગના લોકો મોડલ સમજી લે છે, હકિકતમાં છે એક પોલીસ અધિકારી, ખૂબસૂરતી જોઈને તમે પણ જોતા રહી જશો

હાલ સોશિયલ મીડિયા પર એક એક બ્રાઝિલિયન મહિલા કોપની તસવીરો ધમાલ મચાવી રહી છે. આ મહિલા પોલીસ એટલી ખૂબસૂરત છે કે તેના ડિપાર્ટમેન્ટને તેની તસવીરો જોઈને કાર્યવાહી કરવી પડી છે.

આલ્બા મેટોસ એક પોલીસ અધિકારી અને હાલમાં જ તેને પોલીસ યુનિફોર્મમાં સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરવો ભારે પડ્યો છે. આ માટે તેને અનુશાસનાત્મક કાર્યવાહીનો સામનો કરવો પડી રહ્યો છે.

Matos

આ વીડિયો જૂનો છે અને વીડિયો શેર થયાના 8 મહિના બાદ તેની સામે પોલીસ આચાર નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેના પર આલ્બાએ પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું અને તેણે કાનૂની સલાહકારની મદદ લીધી છે.

અલ્બાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોલીસ યુનિફોર્મમાં ઘણા વીડિયો અને ફોટા પોસ્ટ કર્યા છે. તેણે 1 ફેબ્રુઆરીએ આવો જ એક વીડિયો પોસ્ટ કર્યો હતો. તે વીડિયોમાં અલ્બા સંપૂર્ણ યુનિફોર્મમાં એસોલ્ટ રાઇફલ સાથે કારની સામે ઉભી જોવા મળે છે. અહીં તેને તેના ફોલોઅર્સને તેના યુનિફોર્મ વિશે પુછ્યુ હતુ.

આલ્બા બ્રાઝિલના બાહિયા રાજ્યમાં ઇટાબુનાની મિલિટરી પોલીસની 15મી બટાલિયનમાં પોસ્ટેડ છે. ઈન્સ્ટાગ્રામ પર તેના અડધો લાખથી વધુ ફોલોઅર્સ છે. ઘણી વખત તેણી લશ્કરી કારકિર્દી બનાવવા માટે પ્રોત્સાહિત કરતા મેસેજ અને વિડિયો ક્લિપ્સ પોસ્ટ કરે છે.

તેણી પોલીસ યુનિફોર્મ સિવાય તેણે અન્ય ડ્રેસમાં પોતાના ફોટા અને વીડિયો પોસ્ટ કર્યા છે. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. તેના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા ફોટા જોઈને કહી શકાય કે તે કોઈ મોડલથી ઓછી નથી.

આ ઘટના બાદ આલ્બાએ જણાવ્યુ કે, તેને જ્યારે કહેવામાં આવ્યું કે તેણે જે વીડિયો પોસ્ટ કર્યો છે તે પોલીસ દળની આચારસંહિતા વિરુદ્ધ છે ત્યારે તેને આશ્ચર્ય થયુ.

આલ્બાને સજાની વાત સાંબળીને તેના સમર્થકો એકજૂઠ જોવા મળી રહ્યા છે. એક ઈન્સ્ટાગ્રામ યુઝરે કહ્યું કે, હું તેને હવે ટીવી પર જોઈ રહ્યો છું, મેં તેને ફોલો કરવાનું શરૂ કરી દીધું છે. બીજાએ કહ્યું કે,ટીવી પર આવ્યા પછી કોણે ફોલો કરવાનું શરૂ કર્યું? હવે તેની ફોલોઈંગ વધી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X