માલદિવ નહીં આ દેશમાં આવે છે સૌથી વધુ પ્રવાસીઓ, અરબો રૂપિયાની થાય છે કમાણી
હાલમાં જ માલદીવના મંત્રીઓના બકવાસ નિવેદનોને કારણે ભારતીય પ્રવાસીઓ માલદીવનો બહિષ્કાર કરી રહ્યા છે. પ્રવાસનની વાત થઈ રહી છે ત્યારે જણાવી દઈએ કે માલદીવની સરખામણીમાં અન્ય ઘણી જગ્યાઓએ લાખો પ્રવાસીઓ આવે છે.
જો તમે વિચારી રહ્યા છો કે ભારતમાંથી મોટાભાગના પ્રવાસીઓ માલદીવ જાય છે તો આ ખોટું છો. માલદીવ પ્રવાસીઓની પસંદ છે પરંતુ ભારતમાંથી મોટાભાગના પ્રવાસીઓ માલદીવ નહીં પણ બીજે જાય છે.

ભારતમાં માલદીવનો ક્રેઝ છે પરંતુ મોટાભાગના પ્રવાસીઓ માલદીવ નહીં પણ દુબઈ જાય છે. ગ્લોબલ ટ્રાવેલ માર્કેટ પ્લેસ સ્કાયસ્કેનર અનુસાર, 2023માં મોટાભાગના ભારતીયો માલદીવ નહીં પરંતુ દુબઈ ગયા.
ગયા વર્ષે દુબઈએ સૌથી પ્રસિદ્ધ સ્થળ તરીકે પોતાનું સ્થાન બનાવવામાં સફળતા મેળવી છે. આધુનિક લક્ઝરી અને વિશ્વ સ્તરના પ્રવાસ આકર્ષણોને કારણે દુબઈ ટોચ પર છે. 2023માં સૌથી વધુ ભારતીય પ્રવાસીઓએ દુબઈની મુલાકાત લીધી છે.
આ લિસ્ટમાં બીજા સ્થાને બેંગકોક બીજા ક્રમે છે. બેંગકોક તેની સાંસ્કૃતિક સમૃદ્ધિ અને ઊર્જા માટે જાણીતું છે. આ સિવાય જો આપણે વિશ્વના સૌથી વધુ મુલાકાત લેવાયેલા પર્યટન સ્થળની વાત કરીએ તો તેમાં સૌથી પહેલું નામ ફ્રાન્સનું આવે છે.
ફ્રાન્સમાં દર વર્ષે લગભગ 8.9 કરોડ લોકો અહીં ફરવા આવે છે. મોટાભાગના લોકો અહીં પેરિસમાં એફિલ ટાવર જોવા જાય છે. ફ્રાન્સ પ્રવાસનમાંથી અંદાજે 62 બિલિયન ડોલરની કમાણી કરે છે.












Click it and Unblock the Notifications
