For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતના 65 સાંસદોએ મોદીના વિઝા ન આપવા માટે ઓબામાને લખ્યો પત્ર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

વોશિંગ્ટન, 23 જુલાઇ: ભાજપના અધ્યક્ષ રાજનાથ સિંહ નરેન્દ્ર મોદીના વિઝા માટે વકિલાત કરવા માટે અહીં પહોંચ્યા છે પરંતુ આ દરમિયાન, સંસદના 65 સભ્યોએ રાષ્ટ્રપતિ બરાક ઓબામાને પત્ર લખીને અમેરિકી વહિવટી તંત્રને અપીલ કરી છે કે તે નરેન્દ્ર મોદીને વિઝા ન આપવાની હાલની નીતિ બનાવી રાખે.

12 રાજકીયપક્ષો સાથે સંબંધ ધરાવનાર સાંસદોએ બરાક ઓબામાને લખેલા પત્રમાં કહ્યું છે કે અમે સન્માનપૂર્વક તમને અપીલ કરીએ છીએ કે મિસ્ટર નરેન્દ્ર મોદીને અમેરિકાના વિઝા ન આપવાની હાલની નીતિને બનાવી રાખવામાં આવે. આવા જ એક પત્ર પર રાજ્યસભાના 25 સભ્યો તથ એક અન્ય પત્ર પર લોકસભાના 40 સભ્યોની સહીઓ છે. આ પત્ર 26 નવેમ્બર અને 5 ડિસેમ્બર 2012ના રોજ લખવામાં આવ્યા હતા જેમને રવિવારે વ્હાઇટ હાઉસને ફેક્સ કર્યા હતા.

રાજનાથ સિંહના અમેરિકી સાંસદો, થિંક ટૈંક અને અમેરિકી અધિકારીઓ સાથે મુલાકાત માટે વોશિંગ્ટન પહોંચવાની સાથે ઇન્ડિયન અમેરિકન મુસ્લિન કાઉન્સિલ દ્વારા પત્રોની કોપી પુરી પાડવામાં આવી. રાજનાથ સિંહે અહીં અમેરિકનો પાસે નરેન્દ્ર મોદી માટે વિઝા પર લાગેલા પ્રતિબંધને દૂર કરવાની અપીલ કરશે.

આ અભિયાનની કમાન સંભાળનાર રાજ્યસભાના અપક્ષ સાંસદ મોહંમદ અદીબે કહ્યું હતું કે તેમને હાલના અભિયાન તથા રાજનાથ દ્વારા નરેન્દ્ર મોદી માટે વિઝા આપવાને લઇને લેવામાં આવેલા પગલાંના કારણે આ પત્ર મોકલ્યો હતો. તેમને સાથે જ કહ્યું હતું કે આ પત્રોને પહેલીવાર સાર્વજનિક કરવામાં આવ્યા છે.

રાજનાથ સિંહે રવિવારે ન્યૂયોર્કમાં એક સંવાદદાતા સંમેલનમાં કહ્યું હતું કે તે અમેરિકી સાંસદોને અપીલ કરશે તે વર્ષ 2002ના ગોધરાકાંડ પછી નરેન્દ્ર મોદી પર લગાવવામાં આવેલા વિઝા પ્રતિબંધને દૂર કરવા માટે અમેરિકી વહિવટી તંત્ર પર પોતાના પ્રભાવનો ઉપયોગ કરે. ગુજરાતમાં નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી રહેતાં માનવાધિકારોના હનનના આધારે વિઝા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. પત્રો પર સહી કરનાર માકપા નેતા સીતારામ યેચુરી અને ભાકપા સાંસદ એમ પી અચ્યુતનનો પણ સમાવેશ થાય છે. બંને રાજ્યસભાના સભ્યો છે.

modi-obama-rajnath

યેચુરીએ આશ્વર્ય વ્યક્ત કરતાં કહ્યું હતું કે તેમને આવા કોઇ પત્ર પર સહી કરી નથી. તેમને કહ્યું હતું કે આ કટ પેસ્ટ મુદ્દો લાગે છે. યેચુરીએ કહ્યું હતું કે હું અમેરિકી વહિવટી તંત્રને પત્ર લખનાર અને આ પ્રકારના પગલાં ભરનાર અંતિમ વ્યક્તિ હોઇશ. અમે ઇચ્છતા નથી કે કોઇ દેશના આંતરિક મુદ્દે દખલગિરી કરે. આ એવા મુદ્દા છે જેમનું સમાધાન ભારતીય રાજકારણ હેઠળ કરવું જોઇએ. અચ્યુતને પણ આવો કોઇ પત્ર લખવા અંગે મનાઇ કરી છે.

જો કે અદીબે ભારપૂર્વક કહ્યું હતું કે યેચૂરી અને અચ્યુતને પત્ર પર સહી કરી હતી અને હવે તેમને આશ્વર્ય છે કે હવે તે કેમ પીછેહઠ કરી રહ્યાં છે. બરાક ઓબામાને લખેલા પત્રમાં કહ્યું છે કે મિસ્ટર મોદી વહિવટી તંત્રના કેટલાક વરિષ્ઠ અધિકારી સહિત અપરાધીઓ વિરૂદ્ધ કાનૂની મામલા હજુ પેન્ડિંગ છે અને હાલમાં પ્રતિબંધ હટાવવાથી તેને 2002ના નરસંહારમાં નરેન્દ્ર મોદીની ભૂમિકા સાથે જોડાયેલા મુદ્દાઓને નકારી કાઢવાના રૂપમાં જોવામાં આવે.

પત્રમાં કહેવામાં આવ્યું હતું કે હાલમાં નરેન્દ્ર મોદી પરથી પ્રતિબંધ હટાવવાથી તેમના માનવાધિકાર ઉલ્લંઘન કરનારાઓના પગલાંને માન્યતા મળશે અને તેમને અમેરિકા-ભારત સંબંધોની પ્રકૃતિ પર ગંભીર અસર પડશે. આનાથી અ સંદેશ પણ મળશે કે અમેરિકા માનવાધિકારો અને ન્યાયના સાર્વભૌમ મૂલ્યો પર આર્થિક હિતોને મહત્વ આપે છે.

આ પત્ર પર સહી કરનારાઓમાં સબીર અલી અને અલી અનવર અંસારી (જેડીયૂ) રશીદ મસૂદ (કોંગ્રેસ), એસ અહેમદ (તૃણમૂલ કોંગ્રેસ), અસદુદ્દીન ઓવૈસી (ઑલ ઇન્ડિયા મજલિસ એ ઇત્તેહાદુલ મુસલમીન), તિરૂમાવલન (વિદુથલાઇ ચિરૂતૈગલ કાચી), કેપી રામાલિંગમ (ડીએમકે) અને એસએસ રાસમાસુબ્બુ (કોંગ્રેસ)નો સમાવેશ થાય છે.

સાંસદોએ આરોપ લગાવ્યો છે કે નરેન્દ્ર મોદીએ ફક્ત ન્યાય પ્રક્રિયામાં વિધ્ન ઉત્પન્ન કરી છે પરંતુ પીડિતોને પુનર્વાસ પુરી પાડવામાં પણ નિષ્ફળ રહ્યાં છે, જેમાંથી 16,000 લોકો મૂળભૂત સુવિધાઓના અભાવે શરણાર્થી લોકોનીઓમાં રહી રહ્યાં છે.

English summary
As BJP President Rajnath Singh is here batting for visa for Narendra Modi, 65 Members of Parliament have written letters to President Barack Obama.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X