For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શ્રીલંકામાં 8મોં ધમાકો, મરનારની સંખ્યા વધીને 158 જેટલી થઇ

શ્રીલંકાના કોલંબોમાં ઘણી જગ્યાઓ પર બૉમ્બ ધમાકા થયાની ખબરો આવી રહી છે. આજે ઈસ્ટરના અવસરે શ્રીલંકામાં આ ધમાકા થયા છે.

|
Google Oneindia Gujarati News

શ્રીલંકાના કોલંબોમાં ઘણી જગ્યાઓ પર બૉમ્બ ધમાકા થયાની ખબરો આવી રહી છે. આજે ઈસ્ટરના અવસરે શ્રીલંકામાં આ ધમાકા થયા છે. મળતી જાણકારી અનુસાર આ બૉમ્બ ધમાકા 8 અલગ અલગ જગ્યાઓ પર થયા છે, જેમાં મુખ્ય રૂપે ચર્ચ શામિલ છે. જયારે બે જગ્યાઓ પર હોટલમાં ધમાકા થયા છે. શ્રીલંકાના શાંગરી-લા હોટેલમાં પણ ધમાકા થયા છે. એક ટવિટ અનુસાર સેન્ટ એન્ટની ચર્ચમાં ધમાકો થયો છે, જેમાં ઘણા લોકો ઘાયલ થયા છે. શ્રીલંકા મીડિયા રિપોર્ટ અનુસાર હાલમાં 158 લોકો મર્યાની ખબર આવી રહી છે, જયારે ઘાયલોનો આંકડો ખુબ જ વધારે છે.

Sri Lanka

આ બ્લાસ્ટમાં પછી શ્રીલંકાના પ્રધાનમંત્રીએ તાત્કાલિક બેઠક બોલાવાઇ છે. ભારતીય નાગરિકો માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યું છે, આ નંબર +94777903082, +94112422788, +94112422789, +94777902082 या +94772234176 પર ફોન કરી શકાય છે.

શ્રીલંકા બ્લાસ્ટ પર ભારતના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે કહ્યું છે કે તેઓ સતત સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. તેઓ કોલંબોમાં રહેલા ભારતીય હાઈ કમિશનના સંપર્કમાં છે અને આખી સ્થિતિ પર તેમની પુરી નજર છે.

આ સિરિયલ બ્લાસ્ટના આવનારા બે દિવસ સોમવાર અને મંગળવાર સુધી શ્રીલંકાની બધી જ સ્કૂલો બંધ રહેશે. આપને જણાવી દઈએ કે બૉમ્બ ધમાકામાં મરનારમાં 9 વિદેશી નાગરિકો પણ શામિલ છે.

English summary
Multiple explosions in Colombo and other parts of Sri Lanka during Easter sunday mass
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X