મુશર્રફની પાર્ટી પાક ચૂંટણીનો કરશે બહિષ્કાર

પૂર્વ રાષ્ટ્રપતિની 2007માં દેશમાં આપાતકાળ લગાવવા, પૂર્વ પ્રધાનમંત્રી બેનઝીર ભુટ્ટોની હત્યા અને બલુચ નેતા અકબર બુગતીની 2006માં એક સૈન્ય અભિયાનમાં હત્યા કરવાના મામલે ધરપકડ પણ કરવામાં આવી છે. પાર્ટી તરફથી આ ઘોષણા પાર્ટી પ્રવક્તા મોહમ્મદ અમજદે એક પ્રત્રકાર પરિષદમાં કહી છે.
તેમણે ગતકાલે કહ્યું કે, જનરલ(સેવાનિવૃત્ત) મુશર્રફનું નામાંકન પત્રોને ખારીજ કરવામાં આવતા પાર્ટીએ આ નિર્ણય લીધો છે. અમજદે કહ્યું કે મુશર્રફ પોતાની વિરુદ્ધના તમામ મામલાઓનો સામનો કરશે અને કોઇપણ આરોપથી ભાગશે નહીં, એપીએમએલ દ્વારા ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવેલા તમામ 170 ઉમેદવારને ચૂંટણીથી હટાવવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
