બાંગ્લાદેશમાં મુસ્લિમ પ્રદર્શનકારીઓનો આતંક: 4 બૌદ્ધ મંદિર અને 14 ઘર સળગાવ્યા

પોલીસ અને સ્થાનીક રહેવાસીઓના જણાવ્યા અનુસાર મુસ્લિમ પ્રદર્શનકારીઓ શનિવારે રાત્રે રસ્તા પર ઉતરી આવ્યાં હતાં. તેમનું કહેવું છે કે ફેસબુક પર કોઇ બૌદ્ધ શખ્સે એક એવો ફોટો મૂક્યો હતો જેના કારણે ઇસ્લામનું અપમાન કરાયું છે. આ ફોટા પર નારાજગી વ્યક્ત કરતાં પ્રદર્શનકારી બૌદ્ધ વિસ્તારોમાં જઇને બૌદ્ધ મંદિરોમાં આગ લગાવવા લાગ્યાં હતા. આ લોકોએ કેટલાક ઘર પણ સળગાવ્યા હતા.
સ્થાનિક પોલીસનું કહેવું છે કે કેટલાક અજાણ્યા લોકો મુસ્લિમો અને બૌદ્ધો વચ્ચેના શાંતિપૂર્ણ સંબંધોમાં તિરાડ ઉભી કરી રહ્યાં છે. કોક્સેઝ બજારના જિલ્લા પોલીસવડા સલીમ મોહંમદ જહાંગીરે દાવો કર્યો છે કે સવાર પડે તે પહેલાં પરિસ્થિતી પર કાબૂ મેળવી લેવામાં આવશે. બૌદ્ધ વિસ્તારમાં લોકોના ટોળા એકઠાં થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
