For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હું ડોનાલ્ડ ટ્રમ્પને જેલમાં જોવા ઈચ્છું છું

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. હાઉસ ઓફ રિપ્રેન્ઝેન્ટેટિવના સ્પીકર નેન્સી પેલોસીએ કહ્યું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે બંધારણનું ઉલ્લંઘન કર્યું છે.

|
Google Oneindia Gujarati News

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. હાઉસ ઓફ રિપ્રેન્ઝેન્ટેટિવના સ્પીકર નેન્સી પેલોસીએ કહ્યું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે બંધારણનું ઉલ્લંઘન કર્યું છે. આરોપ પ્રમાણે તેમણે પોતાના રાજકીય હરિફ અને ડેમોક્રેટિક પાર્ટીના નેતા જો બાઈડનને હરાવવા માટે યુક્રેનની મદદ લીધી હતી. ટ્રમ્પનું આ ગેરબંધારણીય વર્તન મહાભિયોગ અંતર્ગત આવે છે. હાઉસ ઓફ રિપ્રેન્ઝેન્ટેટિવમાં ટ્રમ્પના વિરોધી પક્ષ ડેમોક્રેટની બહુમતી છે. સ્પીકર નેન્સી પેલોસી ડેમોક્રેટિક પાર્ટીના નેતા છે અને ડોનાલ્ડ ટ્રમ્પના કટ્ટર વિરોધી છે. તે 78 વર્ષના છે અને અમેરિકાના સૌથી શક્તિશાળી મહિલા મનાય છે. ત્રણ મહિના પહેલા તેમણે ટ્રમ્પ વિરુદ્ધના મહાભિયોગ પ્રસ્તાવને યોગ્ય નહોતો માન્યો, પરંતુ હવે ટ્રમ્પની યુક્રેનના રાષ્ટ્રપતિ બ્લાદીમિર જેલેન્સ્કી સાથેની વાતચીત સામે આવ્યા બાદ નેન્સીએ મહાભિયોગ પ્રક્રિયા શરૂ કરી છે.જો કે હજી સુધી અમેરિકાના ઈતિહાસમાં કોઈ પણ રાષ્ટ્રપતિને મહાભિયોગ દ્વારા નથી હટાવવામાં આવ્યા, પરંતુ આ પ્રસ્તાવ જ રાષ્ટ્રપતિના પદનું સૌથી મોટું અપમાન છે.

કોણ છે નેન્સી પેલોસી?

કોણ છે નેન્સી પેલોસી?

ને્નસી ટ્રમ્પ વિરુદ્ધ ખૂબ જ આક્રમક રહ્યા છે. આ વર્ષે જૂન મહિનામાં નેન્સીએ કહ્યું હતું કે તે ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગ ચલાવવાના બદલે તેને જેલમાં જોવા ઈચ્છશે. તે ઈચ્છે છે કે 2020માં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં ટ્રમ્પ હારી જાય. જ્યારે નેન્સીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને જેલ મોકલવાની વાત કહી ત્યારે અમેરિકાના રાજકારણમાં હોબાળો મચ્યો હતો. સામાન્ય રીતે અમેરિકામાં રાષ્ટ્રપતિ વિરુદ્ધ આવા શબ્દોનો ઉપયોગ નથી થતો. નેન્સીના આ નિવેદનને વધુ પડતું ગણાવાયું હતું. નેન્સીએ 2007માં પણ હાઉસ ઓફ રિપ્રેન્ઝેન્ટેટિવના સ્પીકર હતા. તે ડેમોક્રેટિક પાર્ટીની વ્યૂહરચના બનાવવામાં મહત્વનો ભાગ ભજવે છે. તે પોતાની પાર્ટીના સૌથી વગદાર નેતાઓમાંના એક છે. નેન્સી અમેરિકાના મેરીલેન્ડ સ્ટેટના બાલ્ટિમોર શહેરના વતની છે. તેમના પિતા બાલ્ટિમોરના મેયર હતા. પિતાથી પ્રભાવિત થઈને જ તેમણે 1976માં રાજકારણમાં એન્ટ્રી કરી હતી. 1987મં તે પહેલીવાર સાંસદ બન્યા હતા.

નેન્સીની બંધારણીય સ્થિતિ મજબૂત

નેન્સીની બંધારણીય સ્થિતિ મજબૂત

અમેરિકામાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ બાદ ત્રીજું સૌથી મહત્વનું પદ હાઉસ ઓફ રિપ્રેન્ઝેન્ટેટિવના સ્પીકરનું છે. બંધારણમાં જોગવાઈ છે કે જો કોઈ કારણથી રાષ્ટ્રપતિનું પદ ખાલી હોય તો ઉપરાષ્ટ્રપતિ તે સંભાળશે અને જો ઉપરાષ્ટ્રપતિ તેના માટે હાજર ન હોય તો હાઉસ ઓફ રિપ્રેન્ઝેન્ટેટિવના સ્પીકર ટેમ્પરરી રાષ્ટ્રપતિનું પદ સંભાળશે. આ રીતે નેન્સી અમેરિકાની શાસન વ્યવસ્થાના મહત્વના હોદ્ાદ પર છે. જો કે ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગની જે પ્રક્રિયા શરૂ થઈ છે તેમાં સેનેટની સ્થિતિ વધુ મહત્વની છે. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં આ પ્રસ્તાવ પસાર થયા બાદ તેને સેનેટમાં લવાશે. સેનેટમાં તેને પાસ કરાવવા માટે બે તૃતિયાંશ બહુમતીની જરૂર હોય છે. સેનેટમાં હજી પણ ટ્રમ્પની પાર્ટી રિપબ્લિકનની બહુમતી છે. એટલે મહાભિયોગ પસાર થવો મુશ્કેલ છે.

ટ્રમ્પ સરકાર પર માહિતી લીક કરવાનો આરોપ

ટ્રમ્પ સરકાર પર માહિતી લીક કરવાનો આરોપ

નેન્સી પેલોસી અને ટ્રમ્પ વચ્ચે શરૂઆતથી જ 36નો આંકડો રહ્યો છે. આ વર્ષની શરૂઆતમાં નેન્સીએ આરોપ લાગવ્યો હતો કે ટ્રમ્પ સરકારે અફ્ઘાનિસ્તાન પ્રવાસની માહિતી લીક કરીને તેમનો જીવ જોખમમાં મૂક્યો હતો. સ્પીકર નેન્સી સાથે સાંસદોનું એક પ્રતિનિધિ મંડળ યુદ્ધગ્રસ્ત અફ્ઘાનિસ્તાન જઈને સૈનિકોને મળવાનું હતું. આ યાત્રા અફ્ઘાનિસ્તાનમાં અમેરિકન સૈનિકોના બલિદાન અને તેમની સેવાને સન્માનિત કરવા માટે પ્રસ્તાવિત હતી. સાંસદો એરપોર્ટ જતી બસમાં પણ બેસી ગયા હતા. પરંતુ માહિતી લીક થવાને કારણે મુસાફરી અચાનક જ રદ કરી દેવાઈ હતી. ત્યારે ટ્રમ્પે નેન્સીને કહ્યું હતું કે જો તે પોતાના અંગત વિમાનથી અફ્ઘાનિસ્તાન જવા ઈચ્છે તો તે તેમનો વિશેષાધિકાર હશે. ત્યારે નેન્સી અને ટ્રમ્પ વચ્ચે શાબ્દિક યુદ્ધ થયું હતું. આ જ રીતે નેન્સીએ ટ્રમ્પ પર પહેલા મુસ્લિમ મહિલા સાંસદ ઈલ્હાન ઉમરનો જીવ ખતરામાં મૂકવાનો પણ આરોપ લગાવ્યો હતો.

આ પણ વાંચો: ઇમરાન ખાનની મદદની માંગ પર ડોનાલ્ડ ટ્રમ્પએ મજાક ઉડાવ્યો

English summary
nancy pelosi started impeachment probe agains donald trump
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X