નરેન્દ્ર મોદીની મેડિસન સ્ક્વેર ખાતે NRI માટે જાહેરાત, PIO, OCI કાર્ડ મર્જ કરાશે, આજીવન વિઝા અપાશે
ન્યુ યોર્ક, 28 સપ્ટેમ્બર : આજે ન્યુ યોર્ક શહેરના મેડિસન સ્ક્વેર ગાર્ડન ઇન્ડોર સ્ટેડિયમમાં પોતાના ભાષણ દરમિયાન તેમણે ભારતીય મૂળના લોકો એટલે કે એનઆરઆઇસ (NRIs)ને ખુશખબરી આપીને ખુશ કરી દીધા હતા. તેમણે PIO તથા OCI કાર્ડને એકબીજામાં ભેળનીને થોડા જ મહિનામાં નવી સ્કીમ રજૂ કરવાની ઘોષણા કરી હતી.
તેમણે જણાવ્યું કે વડાપ્રધાન બન્યા બાદ કેટલીક બાબતો મારા ધ્યાનમાં આવી છે તે આપને કહેવા માંગુ છું. આ દ્વારા આપના ભારત આગમન અને અન્ય વ્યવહારો સરળ બની જશે.
નરેન્દ્ર મોદીએ આ સંદર્ભમાં 4 કઇ મહત્વની જાહેરાત કરી તે જાણવા આગળ ક્લિક કરો...

PIO કાર્ડ હોલ્ડર્સને આજીવન વિઝા
PIO કાર્ડ હોલ્ડર્સને વીઝાની સમસ્યા છે. તેમને હવે આજીવન વિઝા આપવામાં આવશે.

ભારતમાં રહેનારે પોલીસ સ્ટેશન જવું નહીં પડે
લાંબા સમય સુધી ભારત રહે છે તેમણે પોલીસ સ્ટેશન જવું પડે છે. તેમણે હવે પોલીસ સ્ટેશન જવું પડશે નહીં.

PIO તથા OCI કાર્ડને ભેળવી દેવાશે
તેવી જ રીતે મને કહેવામાં આવ્યું કે PIO તથા OCIની જોગવાઇઓમાં ફેર હોવાથી ભારતીય મૂળના નાગરિકોને તકલીફ થાય છે. તેમાં પણ ભારતીય મૂળના સ્પાઉસની સમસ્યા વધે છે. મારા સાથીઓ હું આપને ખુશખબરી આપું છું કે આવનારા મહિનાઓમાં અમે PIO તથા OCIને ભેળવીને એક બનાવી દઇશું. એક નવી સ્કીમ રજૂ કરવામાં આવશે.

વિઝા ઓન અરાઇવલ
અમેરિકામાં ભારતના દૂતાવાસ ભારત પ્રવાસ આવવા ઇચ્છતા અમેરિકન્સ માટે લાંબા ગાળાના વિઝા પ્રદાન કરશે. ઇલેક્ટ્રોનિક ટ્રાવેલ વિઝા અને વિઝા ઓન અરાઇવલને જલ્દી અમલી બનાવીશું. આઉટસોર્સિંગનો વ્યાપ પણ વધારવામાં આવશે.












Click it and Unblock the Notifications
