For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

SCO સમિટમાં પીએમ મોદીની પાછળ પાછળ ચાલતા રહ્યા ઈમરાન, ના દિલ મળ્યા ના હાથ

પીએમ મોદીએ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન સાથે ના તો કોઈ વાતચીત કરી અને ના તેમની સાથે હાથ મિલાવ્યા.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શંઘાઈ કો-ઑપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટમાં શામેલ થવા માટે કિરગિસ્તાનના બિશ્કેકમાં છે. આ દરમિયાન પીએમ મોદીએ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન સાથે ના તો કોઈ વાતચીત કરી અને ના તેમની સાથે હાથ મિલાવ્યા. રસપ્રદ વાત એ છે કે ફ્રુંજે રેસ્ટોરન્ટમાં બંને પ્રધાનમંત્રી ડિનર ટેબલ પર હાજર હતા પરંતુ તેમની વચ્ચે કોઈ પણ પ્રકારનું ના તો અભિવાદન થયુ અને ના વાતચીત થઈ. સૂત્રોએ જણાવ્યુ કે બંને પ્રધાનમંત્રી વચ્ચે કોઈ પણ પ્રકારની દુઆ સલામ ન થઈ.

આ પણ વાંચોઃ ડૉક્ટરો સાથે મારપીટના વિરોધમાં આજે બંગાળથી દિલ્લી સુધી મેડીકલ સે</a><a href=વા બંધ" title="આ પણ વાંચોઃ ડૉક્ટરો સાથે મારપીટના વિરોધમાં આજે બંગાળથી દિલ્લી સુધી મેડીકલ સેવા બંધ" />આ પણ વાંચોઃ ડૉક્ટરો સાથે મારપીટના વિરોધમાં આજે બંગાળથી દિલ્લી સુધી મેડીકલ સેવા બંધ

ઈમરાન ખાન સામે જોયુ પણ નહિ

ઈમરાન ખાન સામે જોયુ પણ નહિ

તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ દરમિયાન તમામ રાષ્ટ્રાધ્યક્ષો સાથે મુલાકાત કરી પરંતુ ઈમરાન ખાન તરફ જોયુ પણ નહિ. બંને નેતા ગાલા કલ્ચરલ નાઈટ પ્રોગ્રામ બાદ એકબીજાની આસપાસ હતા પરંતુ બંને વચ્ચે કોઈ પણ પ્રકારની કોઈ વાત ન થઈ. હૉલમાં પીએમ મોદી આગળ આગળ ચાલી રહ્યા હતા અને ઈમરાન ખાન તેમની પાછળ પરંતુ પીએમ મોદીએ તેમને નજરઅંદાજ કરીને અન્ય રાષ્ટ્રાધ્યક્ષો સાથે મુલાકાત કરી. તમને જણાવી દઈએ કે જે રીતે પુલવામા અને બાલાકોટમાં આતંકી હુમલા થયા હતા ત્યારબાદથી બંને દેશો વચ્ચે સંબંધોમાં ઘણી કડવાશ આવી ગઈ છે.

વિદેશ મંત્રાલયે પહેલેથી સ્પષ્ટ કર્યુ વલણ

વિદેશ મંત્રાલયે પહેલેથી સ્પષ્ટ કર્યુ વલણ

જોવાની વાત એ છે કે આ પહેલા વિદેશ મંત્રાલયના પ્રવકતા રવીશ કુમારે સ્પષ્ટ કરી દીધુ હતુ કે એસસીઓની બેઠકમાં પીએમ મોદીની પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન સાથે કોઈ પણ પ્રકારની દ્વિપક્ષીય વાતચીતનો કાર્યક્રમ નથી. વિદેશ મંત્રાલયના આ વલણ પર કાયમ રહીને પીએમ મોદીએ ઈમરાન ખાનથી અંતર જાળવી રાખ્યુ અને તેમની સાથે કોઈ પ્રકારની વાતચીત ન કરી અને તેમની તરફ જોયુ પણ નહિ. આ દરમિયાન પીએમ મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી.

સ્થિતિ બદલાઈ

સ્થિતિ બદલાઈ

વાસ્તવમાં જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે વર્ષ પહેલા પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફને જૂન 2017માં અસ્થનમાં મળ્યા હતા ત્યારબાદ બિશ્કેકે ઈમરાન ખાનને સંપૂર્ણપણે નજરઅંદાજ કર્યા. તે સમયે નવાઝ શરીફનો ઈલાજ થયો હતો અને પીએમ મોદીએ જાતે આગળ વધીને નવાઝ શરીફના ખબરઅંતર પૂછ્યા હતા. સાથે તેમની મા અને પરિવારના પણ ખબર પૂછ્યા હતા. બિશ્કેક પહોંચતા પહેલા ઈમરાન ખાને રશિયાની ન્યૂઝ એજન્સીને કહ્યુ હતુ કે ભારત અને પાકિસ્તાનના સંબંધ વર્તમાન સમયમાં સૌથી ખરાબ પરિસ્થિતિમાં છે. અમને આશા છે કે જે રીતે પીએમ મોદીને આટલો મોટો જનમત મળ્યો છે તે આનો ઉપયોગ બંને દેશો વચ્ચેના મતભેદોને ખતમ કરવામાં કરશે જેમાં કાશ્મીર મુદ્દો પણ શામેલ છે.

English summary
Narendra Modi ignores Pakistna PM Imran Khan in SCO summit.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X