મંગળ પર નાસાને પાણી મળ્યુ, 3 અરબ વર્ષ પહેલા ધરતીની જેમ જીવીત ગ્રહ રહ્યો હોવાનો દાવો
દુનિયાભરના વૈજ્ઞાનિકો મંગળ ગ્રહને પૃથ્વી બાદ માણસોનું બીજુ ઘર બનાનવાની તૈયારી કરી રહ્યાં છે. આ તૈયારીઓ વચ્ચે નાસાને મોટી સફળતા મળી છે.
હાલમાં જ અમેરિકન સ્પેસ એજન્સીએ માર્સ ઈનસાઈટ લેન્ડરના ડેટાને લઈને મોટો દાવો કર્યો છે.એક ભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે મંગળની નીચે લગભગ 20 કિલોમીટર નીચે પાણીનો વિશાળ ભંડાર છે.

માર્સ ઇનસાઇટ દ્વારા મોકલવામાં આવેલા મંગળના તાજેતરના ફોટોગ્રાફ્સના આધારે આ દાવાઓ ફરી એકવાર મંગળ પર માનવ જીવનની શક્યતાની શોધને વધુ તીવ્ર બનાવશે.
નાસાના માર્સ ઇનસાઇટ લેન્ડરના ડેટા પર આધારિત સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે મંગળની સપાટીની નીચે પાણીના પુરાવા મળ્યા છે. આ સ્થિતિમાં સંશોધકોએ તેમના નિષ્કર્ષમાં કહ્યું છે કે મંગળ પર પાણીની હાજરીથી અહીં જીવનની શક્યતાઓ વધી જાય છે.
દાવો કરવામાં આવી રહ્યો છે કે લગભગ 3 અબજ વર્ષ પહેલા મંગળની સપાટી પર તળાવો, નદીઓ અને મહાસાગરો હતા. મંગળના ડેટાનું વિશ્લેષણ કરાયા બાદ દાવો કરાયો છે કે જીવન માટે જરૂરી મોટાભાગના ઘટકો મંગળની પેટાળમાં હાજર છે. આ સંશોધન કેલિફોર્નિયા યુનિવર્સિટી સાન ડિએગોની સ્ક્રિપ્સ ઇન્સ્ટિટ્યુશન ઑફ ઓશનોગ્રાફીમાં કરવામાં આવ્યું છે.
યુનિવર્સિટીના નિષ્ણાતોએ તેમના સંશોધનમાં જણાવ્યું છે કે, પૃથ્વી પર આપણે જાણીએ છીએ કે તે પર્યાપ્ત ભેજવાણી છે અને તેમાં ઉર્જાનો પૂરતો સ્ત્રોત છે, પૃથ્વીના પેટાળમાં સૂક્ષ્મજીવાણુ જીવન ખૂબ જ ઊંડે સુધી છે. જો આ સ્પષ્ટતાઓ સાચી હોય તો મંગળના પેટાળમાં જીવનના ઘટકો અસ્તિત્વમાં છે.












Click it and Unblock the Notifications
