For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભુકંપથી હલી ઉઠ્યો મંગળ ગ્રહ, નાસાએ રજૂ કર્યો ઓડિયો

નાસા દ્વારા મોકલવામાં આવેલા રોબોટિક લેન્ડર 'ઇનસાઇટ' એ પહેલી વાર મંગળ પર ભૂકંપની ઘટનાને શોધી કાઢી છે.

|
Google Oneindia Gujarati News

નાસા દ્વારા મોકલવામાં આવેલા રોબોટિક લેન્ડર 'ઇનસાઇટ' એ પહેલી વાર મંગળ પર ભૂકંપની ઘટનાને શોધી કાઢી છે. નાસા દ્વારા બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં જણાવાયું છે કે, લેન્ડર પર લાગેલા સીસ્મોમીટર સાધન ,સાઈસ્મીક એક્સપરિમેન્ટ ફોર ઈન્ટીરિયર સ્ટ્રક્ચર, એ 6 એપ્રિલના રોજ મંગળ પર નબળા ભૂકંપીય સંકેતોની શોધ કરી હતી. આ પ્રકારના વાઇબ્રેશન પહેલી વખત નોંધાયા છે. એવું માનવામાં આવે છે કે તે હલચલ ગ્રહની અંદરથી થઇ હતી. જો કે, વૈજ્ઞાનિકો તેની જાણકારી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ગ્રહની અંદરથી ભૂકંપીય સંકેતો મળ્યા

ગ્રહની અંદરથી ભૂકંપીય સંકેતો મળ્યા

6 એપ્રિલે, મંગળ પર જયારે ભૂકંપઆવ્યો હતો તે દિવસે રોબોટીક લેન્ડર 'ઇનસાઇટ' નો ગ્રહ પર 128 મો દિવસ હતો. નાસાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે કદાચ ગ્રહની અંદરથી ભૂકંપીય સંકેત મળ્યા છે અને આ પહેલી વખત બન્યું છે. અગાઉ, સપાટી ઉપરના વાયુ જેવા પરિબળોને લીધે, ભૂકંપીય સંકેત મળ્યા હતા. વૈજ્ઞાનિકો હજુ પણ સંકેતના ચોક્કસ કારણની ખાતરી કરવા માટે ડેટાની તપાસ કરી રહ્યા છે. વૈજ્ઞાનિકે આ આ કંપનને 'માર્સકવેક' નામ આપ્યું છે.

ગયા વર્ષે નવેમ્બરમાં મંગળ પર 'ઈનસાઇટ' ઉતર્યું હતું

પૃથ્વીની જેમ મંગળ પર આવેલા આ ભૂકંપથી ગ્રહની આંતરિક માહિતીનો ખુલાસો કરી શકાય છે. ગયા વર્ષે નવેમ્બરમાં મંગળ પર 'ઈનસાઇટ' ઉતર્યું હતું. આ રોબોટ ખાસ કરીને મંગળના અભ્યાસ માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. તે ગ્રહના તાપમાન, પરિભ્રમણ અને ભૂકંપીય પ્રવૃત્તિ માપવા માટે ઘણા ઉપકરણોથી સજ્જ છે. અમેરિકામાં, નાસાના જેટ પ્રપલ્શન લેબોરેટરીમાં ઇનસાઇટ પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર બ્રુસ બેનર્ડટએ જણાવ્યું હતું કે, "ઇનસાઇટ દ્વારા મળેલી પ્રથમ જાણકારીઓ નાસાના અપોલો મિશનથી શરૂ થયેલા વિજ્ઞાનને આગળ વિસ્તૃત કરે છે.

મંગળ ગ્રહ હજુ પણ ભૂકંપીય રૂપથી સક્રિય છે

મંગળ ગ્રહ હજુ પણ ભૂકંપીય રૂપથી સક્રિય છે

તેમણે જણાવ્યું હતું કે, આ ઘટનાક્રમએ મંગળ પર સત્તાવાર રીતે ભૂકંપ વિજ્ઞાનનો એક નવું ક્ષેત્ર ખોલ્યું છે. આખા મિશનને જોઈ રહેલી ટીમના વડા ફિલિપ લોગનોન કહે છે કે અમે આવા એક સંકેત માટે મહિનાઓથી રાહ જોઈ રહ્યા છીએ. અમે આખરે સાબિત કર્યું છે કે મંગળ હજુ પણ ભૂકંપીય રૂપથી સક્રિય છે. એકવાર અમને તેનું વિશ્લેષણ કરવાની તક મળી જાય પછી, અમે તમારા સાથે વિગતવાર પરિણામો શેર કરવામાં સમર્થ થઈશું.

English summary
NASA's InSight Mars lander Detects First Likely 'Quake' on Mars Audio Will Haunt You
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X