For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અંતરિક્ષમાં નાસાને મળી એવી ધાતુ જેનાથી ધરતીનો દરેક વ્યક્તિ બની શકે છે કરોડપતિ

અંતરિક્ષ વિશે વૈજ્ઞાનિક ઘણી વાર એવા ખુલાસા કરી દે છે જેના વિશે માનવીએ ક્યારેય કલ્પના પણ નહિ કરી હોય. હવે આવા જ એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ અંતરિક્ષ વિશે વૈજ્ઞાનિકો ઘણી વાર એવા ખુલાસા કરી દે છે જેના વિશે માનવીએ ક્યારેય કલ્પના પણ ન કરી હોય. હવે આવા જ એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસા(નેશનલ એરોલૉટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન)નુ કહેવુ છે કે અંતરિક્ષમાં તેને ખજાનો મળ્યો છે જે એટલો કિંમતી છે કે જો દરેક વ્યક્તિને વહેંચવામાં આવે તો તે કરોડપતિ બની શકે છે. આ ખજાનામાં સોના ઉપરાંત, હીરા અને પ્લેટિનમ પણ શામેલ છે. આ કિંમતી ધાતુ અહીં અંતરિક્ષમાં રહેલ કાટમાળની અંદર છે.

વૈજ્ઞાનિકોને આમાં કેમ છે રસ?

વૈજ્ઞાનિકોને આમાં કેમ છે રસ?

નાસાના એ નવા મિશનનુ નામ Psyche છે જેના દ્વારા મેટલ-રૉક એસ્ટેરોઈડ 16 સાઈકી (16 Psyche)નું અધ્યયન કરવામાં આવશે. આ સુક્ષ્મગ્રહ લગભગ 226 કિલોમીટર પહોળો છે. જે મંગળ અને બૃહસ્પતિ વચ્ચે સૌર મંડળના સુક્ષ્મગ્રહ બેડ પર સ્થિત છે. હવે સવાલ એ ઉઠે છે કે વૈજ્ઞાનિક આ સુક્ષ્મગ્રણમાં આટલો રસ કેમ દાખવી રહ્યા છે, જે આખા વિશ્વની વૈશ્વિક અર્થવ્યવસ્થાની કુલ કિંમતથી પણ વધુ કિંમતી હોઈ શકે છે.

કેટલી કિંમતી છે ધાતુ?

કેટલી કિંમતી છે ધાતુ?

વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ સુક્ષ્મગ્રહ સંપૂર્ણપણે એક ઠોસ સોનાની કોર સાથે નિકલ અને લોહની ધાતુથી બનેલુ છે. સુક્ષ્મગ્રહનુ અંદાજિત મૂલ્ય લગભગ 10,000 ક્વોડ્રિલિયન ડૉલર હોઈ શકે છે. જેનાથી ધરતીનો દરેક વ્યક્તિ કરોડપતિ બની શકે છે. નાસાએ કહ્યુ છે કે તેના નવા ઉપકરણનો ઉદ્દેશ્ય 16 સાઈકીનુ અધ્યયન કરવાનો છે. જેનાથી ધરતીના નિર્માણ વિશે પણ જાણી શકાય. આ પહેલા જુલાઈમાં નાસાએ કહ્યુ હતુ કે આ સુક્ષ્મગ્રહના અધ્યયનથી આપણને જાણવા મળશે કે આપણા ગ્રહ અને અન્ય ગ્રહ કઈ રીતે નિર્મિત થયા છે.

ક્યારે થઈ શકે છે મિશનની શરૂઆત?

ક્યારે થઈ શકે છે મિશનની શરૂઆત?

આ ઉદ્દેશ્યોને પૂરા કરવા માટે અંતરિક્ષ એજન્સીએ સાઈકી નામક અંતરિક્ષયાને ડિઝાઈન કર્યુ છે. જે સુક્ષ્મગ્રહના ચુંબકીય વિસ્તારનુ અધ્યયન કરશે. સાથે જ સુક્ષ્મગ્રહની સ્થળાકૃતિ અને સંરચના વિશે ફોટા અને ડેટાને પણ એકઠા કરશે. આના પાછલા રિપોર્ટમાં નાસાએ એલન મસ્ક કંપની સ્પેસ એક્સ મિશનમાં સહયોગ કરવા માટે કહ્યુ હતુ. જો બધુ ઠીક રહે તો નાસા/સ્પેસ એક્સ મિશનની શરૂઆત વર્ષ 2022માં થઈ શકે છે.

દેવામાં ડૂબેલા શિક્ષકે કિડની વેચી 7 લાખ સામે 15 લાખ ચૂકવ્યાદેવામાં ડૂબેલા શિક્ષકે કિડની વેચી 7 લાખ સામે 15 લાખ ચૂકવ્યા

English summary
NASA will study 16 psyche asteroid in space who made up with nickel metallic iron gold
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X