કૅન્સ ફેસ્ટિવલમાંથી 26 લાખ ડોલરનો હીરાનો હાર ગાયબ

cannes-film-festival
પેરિસ, 24 મે: વિશ્વભરમાં જાણીતા કૅન્સ ફિલ્મોત્સવમાં સતત બીજીવાર ચોરી ઘટનાનો સામનો કરવો પડ્યો છે અને ચોર 26 લાખ ડોલરનો હીરાનો હાર લઇ છૂમંતર થઇ ગયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ હીરાનો હાર તથા અન્ય આભૂષણો પહેરીને 20 મોડલોએ હોટલ ડૂ કેપ ઇડન રોકમાં રેમ્પવૉક કર્યું હતું. આ ભવ્ય કાર્યક્રમમાં શેરન સ્ટોન તથા પેરિસ હિલ્ટન પણ સામેલ હતા.

આ કિંમતી દાગીનાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી 80 બોડીગાર્ડ સ્થાનિક પોલીસ હોટલના સુરક્ષાકર્મી તથા ડે ગ્રિસોગિનોના કર્મચારીઓને ગોઠવવામાં આવ્યા હતા પરંતુ મોડી રાત્રે તપાસ દરમિયાન 26 લાખ ડોલરની કિંમતનો મૂલ્યવાન હાર ગાયબ થઇ ગયો હતો. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે પરંતુ હજુસુધી કોઇ સુરાગ મળ્યો નથી. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં કૅન્સના શરૂઆતના અઠવડિયામાં જ સ્વિસ જ્વેલર્સ શોપાર્ડના 14 લાખ ડોલરની કિંમતના નગીનાની ચોરી થઇ હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X