ટ્રંપ ઇફેક્ટ, ભારતીયોને અમેરિકામાંથી બહાર ધકેલવા માટે રાષ્ટ્રપતિ ટ્રંપને કરી અપીલ

Written By:
Subscribe to Oneindia News

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ એ છેલ્લા થોડા દિવસો દરમિયાન જે બેન સાત મુસલમાન દેશો પર લગાડ્યો, તેનાથી ભારત અને ભારતીયોને પણ અસર થઇ છે, એ વાત સૌ જાણે છે. પરંતુ હવે તેમના આ બેનને કારણે અમેરિકામાં વસેલા ભારતીયોને પણ મુશ્કેલી થઇ શકે છે. આ ચિઠ્ઠીમાં અમેરિકાના મુસલમાનો, ભારતીયો અને જ્યૂઇશ લોકોને તેમના દેશ પરત મોકલવાની માંગ કરવામાં આવી છે.

trump effect

ભારતીયોથી છુટકારો

આ ઘટના હ્યૂસ્ટનના ફોર્ટ બેંડ ડિસ્ટ્રિક્ટમાં થઇ છે, જ્યાં દક્ષિણ એશિયાના લોકોની ઘણી આબાદી છે. આ ચિઠ્ઠીમાં લખવામાં આવ્યું છે, 'અમારા નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ જે શ્વેત રાષ્ટ્ર માટે ઇશ્વરનું વરદાન છે. આપણે મુસલમાનો, ભારતીયો, જ્યૂઇશ લોકોથી છુટકારો મેળવવાની જરૂર છે. ટેક્સાસમાંથી બહાર નીકળી જાઓ અને ત્યાં જતા રહો જ્યાંથી આવ્યા છો.' જે પરિવારને આ ચિઠ્ઠી મળી છે, તેઓ દક્ષિણ એશિયાના છે અને તેમના મિત્ર ટોની વધાવને આની જાણકારી આપી છે. ટોની સહિત પૂર્ણ પરિવાર આ ઘટના બાદ ખૂબ ડરી ગયો છે. તેમને સમજ નથી પડી રહી કે, માત્ર તેમને નિશાન બનાવાયા છે કે પછી પહેલા તેમના ઘરને પસંદ નિશન બનાવાયું છે. ટોની વધાવને આ અંગે જણાવ્યું કે, આ દરેક એ વ્યક્તિ માટે ધિક્કાર ફેલાવતા શબ્દો છે, જે શ્વેત એંગ્લો સમુદાયના નથી. આ ચિઠ્ઠી પરથી તો એ જ ખ્યાલ આવે છે.

અહીં વાંચો - માઇલી સાયરસે ઘરે કરાવી લક્ષ્મી પૂજા, જુઓ તસવીર

એક અઠવાડિયામાં બીજી ઘટના

આ અઠવાડિયમાં આવી ઘટના બીજી વાર બની છે. આ પહેલા ફોર્ટ બેન્ડના સિએના પ્લાંટેશનમાં ઘણા ઘરોની બહારની દિવાલો પર પેઇન્ટથી સ્વસ્તિક બનાવવામાં આવ્યા હતા. ફોર્ટ બેંડ કાઉન્ટિના શેરિફ હાલ આ મામલાની તપાસ કરી રહ્યાં છે. હાલમાં જ ટેક્સાસની યુનિવર્સિટીઝમાં એ રિક્રૂટમેન્ટના પોસ્ટર્સ હટાવી દેવામાં આવ્યા હતા, જે શ્વેત નાગરિકોએ લગાવ્યા હતા. વર્ષ 2017ની આ પહેલી ઘટના હતી, વર્ષ 2016માં આવી 10 ઘટનાઓ નોંધાઇ હતી.

English summary
In Houston's Fort Bend district a letter has been found which says, President Donald Trump, we need to get rid of Indians, Muslims and Jews.
Please Wait while comments are loading...