For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નેપાળે માઉન્ટ એવરેસ્ટની ઉંચાઈનો ખુલાસો કર્યો, જાણો ભૂક્ંપ બાદ એવરેસ્ટની ઉંચાઈ વધી કે ઘટી

નેપાળે માઉન્ટ એવરેસ્ટની ઉંચાઈનો ખુલાસો કર્યો, જાણો ભૂક્ંપ બાદ એવરેસ્ટની ઉંચાઈ વધી કે ઘટી

|
Google Oneindia Gujarati News

New Hight Of Mount Everest: નેપાળમાં 2015માં આવેલ વિનાશકારી ભૂકંપે દેશના જાનમાલને ઘણું નુકસાન પહોંચાડ્યું હતું. ભૂકંપ એટલો પ્રલયકારી હતો કે નેપાની કેટલીય મશહૂર ઈમારતો પણ જમીનદોસ્ત થઈ ગઈ હતી, આ ઘટનામાં હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ દરમ્યાન એવા પણ રિપોર્ટ આવવા લાગ્યા હતા કે નેપાળમાં આવેલ ભૂકંપથી વિશ્વની સૌથી ઉંચી ચોટી માઉંટ એવરેસ્ટની ઉંચાઈને પણ નુકસાન પહોંચ્યું છે. જો કે મંગળવારે નેપા સરકારે માઉંટ એવરેસ્ટની સાચી ઉંચાઈનું એલાન કરી અફવાઓ પર વિરામ લગવી દીધું છે. દેશના સર્વે વિભાગ દ્વારા 8 ડિસેમ્બરે કરાયેલ એલાન મુજબ ભૂકંપથી માઉન્ટ એવરેસ્ટની હાઈટને કોઈ નુકસાન નથી પહોંચ્યું.

માઉન્ટ એવરેસ્ટની વર્તમાન ઉંચાઈ

માઉન્ટ એવરેસ્ટની વર્તમાન ઉંચાઈ

નેપાલના વિદેશ મંત્રી પ્રદીપ કુમાર ગ્યાવલીએ મંગળવારે જણાવ્યું કે દુનિયાના સૌથી ઉંચા પર્વત માઉંટ એવરેસ્ટની ઉંચાઈ માપવામાં આવી અને નવી ઉંચાઈ 8848.86 મીટર છે. જણાવી દઈએ કે નેપાળનો સર્વેક્ષણ વિભાગ પાછલા એક વર્ષથી માઉંટ એવરેસ્ટની સંશોધિત ઉંચાઈને માપવાનું કામ કરી રહ્યો છે. એક વર્ષની આકરી મહેનત બાદ નેપાળે દુનિયા સામે પર્વતની સાચી ઉંચાઈનું એલાન કરી દીધું છે. સર્વેક્ષણ વિભાગના ઉપ મહાનિદેશક સુશીલ નરસિંહ રાજભંડારીએ આ બાબતે જાણકારી આપી છે.

ભારત- ચીન મુજબ આ છે એવરેસ્ટની હાઈટ

ભારત- ચીન મુજબ આ છે એવરેસ્ટની હાઈટ

મીડિયા રિપોર્ટ મુજબ 1954માં સર્વે ઑફ ઈન્ડિયા દ્વારા માપવામાં આવેલી માઉન્ટ એવરેસ્ટની ઉંચાઈ 8848 મીટર હતી, જ્યારે 1975માં ચીની સર્વેક્ષકોએ પર્વતની ઉંચાઈ માપી હતી ત્યારે તે સમુદ્ર તટથી 8848.13 મીટર ઉપર જણાવવામાં આવી હતી. જણાવી દઈએ કે નેપાળ દ્વારા વર્ષ 2020માં માપવામાં આવેલ માઉન્ટ એવરેસ્ટ ઉંચાઈ મુજબ પર્વતની હાઈટ 8848.86 મીટર છે. આ ઉંચાઈ ભારત અને ચીન દ્વારા રજૂ કરવામાં આવેલ આંકડાથી વધુ છે. તમારી જાણકારી માટી જણાવી દઈએ કે નેપાળમાં દુનિયાના સૌથી ઉંચા પર્વત માઉંટ એવરેસ્ટને નેપાળમાં સાગરમાથાના નામે પણ ઓળખવામાં આવે છે.

નેપાળ સરકારે અભિયાન ચલાવ્યું હતું

નેપાળ સરકારે અભિયાન ચલાવ્યું હતું

નેપાળના વિદેશ મંત્રી પ્રદીપ કુમાર ગ્યાવલીએ મંગળવારે જણાવ્યું કે નેપાળ સરકારે 2015માં આવેલ ભૂકંપ બાદથી જ માઉંટ એવરેસ્ટની સંશોધિત ઉંચાઈને માપવાનું લક્ષ્ય રાખ્યું હતું. અભિયાન શરૂ કરતા પહેલાં નેપાળ સરકારે ઉમ્મીદ જતાવી હતી કે ભૂકંપ સહિત કેટલાય કારણોને પગલે એવરેસ્ટની ઉંચાઈમાં અંતર આવી શકે છે. જો કે સામે આવેલા આંકડાઓ મુજબ એવરેસ્ટની ઉંચાઈ ઘટી નથી બલકે વધી છે. માઉંટ એવરેસ્ટની ઉંચાઈનો યોગ્ય માપ લેવા માટે સર્વેક્ષણ વિભાગની ટીમ પાછલા એક વર્ષથી ડેટા કલેક્ટ કરી રહી છે.

શું ચીને આ અભિયાનમાં નેપાળનો સાથ આપ્યો?

શું ચીને આ અભિયાનમાં નેપાળનો સાથ આપ્યો?

કેટલાય મીડિયા રિપોર્ટમાં એવું પણ કહેવાઈ રહ્યું છે કે માઉંટ એવરેસ્ટની ઉંચાઈ માપવા માટે ચીને પણ નેપાળનો સાથ આપ્યો છે. 13 ઓક્ટોબર 2019માં ચીન અને નેપાળ વચ્ચે પર્વતની ઉંચાઈને માપવા માટે પરસ્પર સહમતિ બની હતી. આ સમજૂતી મુજબ નેપાળ અને ચીન મળીને માઉંટ ઝૂમલાંગમા અને સાગરમાથાની ઉંચાઈનું એલાન કરશે. જો કે આ સમજૂતીમાં માઉંટ એવરેસ્ટની ઉંચાઈને સંયુક્ત રૂપે માપવાનો ઉલ્લેખ નથી, પરંતુ પરસ્પર સહયોગની વાત જરૂર કહેવામાં આવી હતી. આ વચ્ચે મંગળવારે નેપાળના વિદેશ મંત્રાલય દ્વારા માઉન્ટ એવરેસ્ટની સાચી ઉંચાઈનું એલાન કરી દેવામાં આવ્યું.

Natural Calamities in 2020: દુનિયામાં આવી આ 10 મોટી કુદરતી આફતો, ક્યાંક બરફ તો ક્યાંક આગNatural Calamities in 2020: દુનિયામાં આવી આ 10 મોટી કુદરતી આફતો, ક્યાંક બરફ તો ક્યાંક આગ

English summary
Nepal govt announce 8848.86 meter is new hight of mount everst
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X