100 રુપિયાની નવી નોટ છાપશે નેપાળ, લિપુલેખ, લિંપિયાધુરા અને કાલાપાનીને કરશે સામેલ
Nepal 100 Rupees Currency: નેપાળનું વધુ એક પગલું ભારતની નારાજગી વધારી શકે છે. પાડોશી દેશ ટૂંક સમયમાં 100 રૂપિયાની નોટ બહાર પાડવા જઈ રહ્યો છે જેમાં ભારતીય વિસ્તારોની તસવીરો હશે. રિપોર્ટ અનુસાર, આ નોટો પર લિપુલેખ, લિમ્પિયાધુરા અને કાલાપાની જેવા ભારતીય વિસ્તારો બતાવવામાં આવશે.
સરકારના પ્રવક્તાએ પુષ્ટિ કરી કે શુક્રવારે કેબિનેટની બેઠકમાં રૂ. 100ની બેંક નોટ પર નેપાળના નવા રાજકીય નકશાનો સમાવેશ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

તમને જણાવી દઈએ કે ભારત પહેલાથી જ આ વિસ્તારોને કૃત્રિમ રીતે વિસ્તૃત ગણાવી ચૂક્યું છે. નેપાળ સરકારના સંચાર, માહિતી અને પ્રૌદ્યોગિકી મંત્રી રેખા શર્માના જણાવ્યા અનુસાર, સરકારે નેપાળી રૂપિયા 100ની નોટ પર નેપાળનો નવો નકશો સામેલ કરવાનો નિર્ણય લીધો છે.
મંત્રી રેખા શર્માએ કહ્યું કે, "કેબિનેટે 25 એપ્રિલ અને 2 મેના રોજ યોજાયેલી કેબિનેટ બેઠક દરમિયાન 100 રૂપિયાની બેંક નોટને ફરીથી ડિઝાઇન કરવા અને બેંક નોટની પૃષ્ઠભૂમિમાં છપાયેલા જૂના નકશાને બદલવાની મંજૂરી આપી છે."
નેપાળના આ નિર્ણય પર ભારતે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. વર્ષ 2020ની શરૂઆતમાં નેપાળ કેબિનેટે નવો રાજકીય નકશો જાહેર કર્યો હતો અને લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરાને એકપક્ષીય રીતે પોતાનો પ્રદેશ જાહેર કર્યો હતો. નેપાળના આ પગલા સામે ભારતે વાંધો ઉઠાવ્યો હતો. ભારતે તેને "એકપક્ષીય કૃત્ય" ગણાવ્યું.
નેપાળનો દાવો છે કે મહાકાલી નદીના પૂર્વ ભાગમાં સ્થિત લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરા વિસ્તાર 1816ની સુગૌલી સંધિ હેઠળ નેપાળનો ભાગ છે. તમને જણાવી દઈએ કે ઘણા સમય સુધી આ વિસ્તારોનો મુદ્દો નેપાળના રાષ્ટ્રીય રાજકારણમાં ઉછળતો રહ્યો છે.












Click it and Unblock the Notifications
