Nepal: ભૂસ્ખલનના કારણે નદીમાં વહી ગઈ 2 બસ, 63 યાત્રીઓ ગુમ, બચાવ કાર્ય ચાલુ

Nepal Landslide: નેપાળમાં આજે સવારે એક મોટો અકસ્માત થયો છે. અહીં મુસાફરોથી ભરેલી બે બસ ત્રિશુલી નદીમાં પડી હતી. મળતી માહિતી મુજબ, ભૂસ્ખલનને કારણે મધ્ય નેપાળમાં મદન-આશિર હાઈવે પર આ અકસ્માત થયો હતો. બસમાં 63 મુસાફરો સવાર હતા.

બચાવ ટુકડીઓ હાલ ઘટનાસ્થળે હાજર છે અને ગુમ થયેલા વાહનો અને મુસાફરોને શોધવાના તમામ શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જો કે સતત વરસાદને કારણે તેમનું કામ વધુ મુશ્કેલ બની રહ્યું છે.

landslide

ચિતવનના મુખ્ય જિલ્લા અધિકારી ઈન્દ્રદેવ યાદવે જણાવ્યું હતું કે પ્રાથમિક માહિતી મુજબ બંને બસમાં બસ ડ્રાઈવર સહિત કુલ 63 લોકો મુસાફરી કરી રહ્યા હતા. સવારે સાડા ત્રણ વાગ્યાની આસપાસ ભૂસ્ખલનને કારણે બસો ધોવાઈ ગઈ હતી. અમે ઘટના સ્થળે છીએ અને સર્ચ ઓપરેશન ચાલુ છે. સતત વરસાદને કારણે ગુમ થયેલી બસોને શોધવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

પ્રાથમિક અહેવાલ મુજબ આ ઘટના સવારે 3.30 વાગ્યાની આસપાસ બની હતી. સત્તાવાળાઓ બચી ગયેલા લોકોને શોધવા અને નદીમાંથી બસો ખેંચવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X