અમેરિકાના 6 શહેરોમાં નવા ભારતીય વિઝા સર્વિસ સેન્ટર્સ શરૂ થશે
વૉશિંગ્ટન, 20 મે : અમેરિકામાં ભારતીય દૂતાવાસે જે નવી કંપનીને પોતાના કુટનિતી મિશન માટે વિઝા સંબંધિત કાર્યો આઉટસોર્સ કરવા માટે આપ્યા છે, તે દેશના છ શહેરોમાં પોતાના નવા વિઝા સેન્ટર ખોલવા માટે જઇ રહ્યો છે.
કોક્સ એન્ડ કિંગ્સ ગ્લોબલ સર્વિસીસ (સીકેજીએસ)એ સોમવારે જાહેરાત કરી કે આ સેવા કેન્દ્રો વૉશિંગ્ટન ડીસી, ન્યુયોર્ક, એટલાન્ટા, શિકાગો, હ્યુસ્ટન અને સન ફ્રાન્સિસ્કોમાં 21 મેના રોજથી કામકાજ શરૂ કરશે.

આ સેવા કેન્દ્રો પર ભારતીય વિઝા ઇચ્છુક લોકોની જરૂરિયાતો, વિદેશમાં વસેલા ભારતીયો(ઓસીઆઇ), ભારત વંશીયો (પીઆઇઓ), અમેરિકામાં વસેલા અને ભારત જવા ઇચ્છુક ભારતીયો માટે ભારતીય નાગરિકતા છોડવા જેવી જરૂરિયાતો પૂરી કરશે.
આ મહિનાના પ્રારંભમાં શરૂ કરવામાં આવેલા વૉશિંગ્ટન ડીસી સ્થિત ભારતીય દૂતાવાસે ઘોષણા કરી હતી કે તે અમેરિકામાં વિઝાની આઉટ સોર્સિંગ અને સંબંધિત સેવાઓ માટે સીકેજીએસને જવાબદારી સોંપી રહ્યું છે.
ભારતીય દૂતાવાસ દ્વારા વિઝા સેવાઓ આઉટસોર્સ કરવાનો નિર્ણય લીધા બાદ પાંચ વર્ષથી ઓછા સમયમાં આ ત્રીજી કંપની છે જેમને આ જવાબદારી સોંપવામાં આવી છે.
સીકેજીએસ સેવા કેન્દ્ર પર્યટક, વ્યાપાર, સંમેલન, વિદ્યાર્થીઓ સહિત વિઝાની તમામ શ્રેણીઓનું કામ જોશે અને અમેરિકામાં રહી રહેલા વિવિધ નાગરિકતાઓવાળા લોકોની અરજીઓ સ્વીકારશે.












Click it and Unblock the Notifications
