For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ન્યૂયોર્ક પોલીસનું ફરમાન, 'મસ્જિદો આતંકી સંગઠન'

|
Google Oneindia Gujarati News

ન્યૂયોર્ક, 29 ઑગસ્ટ : ન્યૂયોર્ક પોલીસે તમામ મસ્જિદોને ગુપ્તરીતે આતંકવાદી સંગઠન જાહેર કરી દીધી છે. માટે હવે પોલીસને મસ્જિદોમાં થનારા ભાષણ અને સંદેશાઓને રેકોર્ડ કરવા અને ઇમામોની જાસૂસી કરવાની છૂટ મળી જશે અને તેના માટે પુરાવાની જરૂર નહીં પડે. આ ઉપરાંત મસ્જિદોમાં નમાઝ વાંચનાર કોઇ પણ શખ્શ તપાસ અને દેખરેખ હેઠળ આવી શકે છે. આ ફરમાનથી અમેરિકામાં રહેનાર દરેક મુસ્લિમની મુશ્કેલીમાં વધારો જોવા મળશે.

અમેરિકાની મસ્જિદોથી આવનમાર અઝાનની અવાજ હવે લગભગ ઇતિહાસ બની જશે. કેટલા દિવસ સુધી કોઇ જીવ દાવ પર લગાવીને આ મસ્જિદોમાં આવીને ખુદાનું નામ લેશે. લગભગ જ એવું કોઇ હશે જે પોલીસની આવી કાર્યવાહીમાં પડવા માગશે. ન્યૂયોર્ક પોલીસના આવા ફરમાનથી એવું સાબિત થાય છે મસ્જિદોમાં આતંકીઓ તૈયાર કરવામાં આવે છે. જોકે આવા ફરમાનથી લોકો હેરાન છે.

new york
જો આ આદેશને લાગુ પાડી દેવામાં આવશે તો દરેક મસ્જિદો આતંકનું કેન્દ્ર માનવામાં આવશે. જેના પગલે પોલીસ અત્રે થનારી તમામ ગતિવિધિયોને રેકોર્ડ કરી શકશે. જે વ્યક્તિ નમાઝ અદા કરવા આવશે તેને શંકાના ઘેરામાં લેવામાં આવશે. એટલે કે તેની સાથે ગમેત્યારે પૂછપરછ કરવામાં આવી શકે છે.

અમેરિકન સિવિલ લિબર્ટીઝની હિના શમ્સીનું કહેવું છે કે ન્યૂયોર્ક પોલીસના કામ પર તેમને કોઇ આપત્તી નથી પરંતુ તેઓ એવું કામ ના કરી શકે કે ધર્મ અને રંગના આધાર પર આ પ્રકારની કાર્યવાહી કરે. જોકે 9/11ના હુમલા બાદ ન્યૂયોર્ક પોલીસે તમામ મસ્જિદોને શંકાના ઘેરામાં લઇ તપાસ હાથ ધરી હતી જેને ટેરરિઝમ એન્ટરપ્રાઇજેઝ ઇન્વેસ્ટીગેશન નામ આપવામાં આવ્યું હતું.

ન્યૂયોર્ક શહેરમાં 70 હજાર કરતા પણ વધારે મુસ્લિમ રહે છે અને આ અમેરિકાનું સૌથી વધારે મુસ્લિમ વસ્તીવાળું શહેર છે. ન્યૂયોર્કમાં મસ્જિદો પણ વધારે છે. એટલે 250થી વધારે મસ્જિદો પર ન્યૂયોર્ક પોલીસનું આ ફરમાન લાગુ પડવું નિશ્ચિત છે.

English summary
New York police department designates mosques as terrorism organizations.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X