New Zealand Cyclone: ગેબ્રિયલ વાવાઝોડાને કારણે ન્યૂઝીલેન્ડમાં ઈમરજન્સીની ઘોષણા

ગેબ્રિયલ વાવાઝોડાને કારણે ન્યૂઝીલેન્ડમાં ઈમરજન્સીની ઘોષણા કરવામાં આવી છે.

New Zealand Cyclone: ન્યૂઝીલેન્ડમાં ગેબ્રિયલ વાવાઝોડાના કારણે ઈમરજન્સીની ઘોષણા કરવામાં આવી છે. ન્યૂઝીલેન્ડના ઈતિહાસમાં ત્રીજી વાર ઈમરજન્સીની ઘોષણા કરવામાં આવી છે. ગેબ્રિયલ વાવાઝાડોના કારણે ઘણી જગ્યાએ ભારે વરસાદ, ભૂસ્ખલન અને વિશાળ સમુદ્રી લહેરના સમાચાર સામે આવ્યા છે. ઑકલેન્ડ અને ઉત્તરપૂર્વમાં આ વાવાઝોડાની સૌથી વધુ અસર જોવા મળી રહી છે. નૉર્થલેન્ડ, ઑકલેન્ડ અને અમુક અન્ય ક્ષેત્રોમાં ઈમરજન્સીની ઘોષણા કરવામાં આવી છે.

New Zealand Cyclone

સ્કૂલ, લાઈબ્રેરીને બંધ કરી દેવામાં આવી છે. બધી ઘરેલૂ ઉડાનોને પણ રદ કરી દેવામાં આવી છે, આંતરરાષ્ટ્રીય ઉડાનોના રુટને બદલવામાં આવ્યા છે. આ વાવાઝાડોના કારણે ન્યૂઝીલેન્ડમાં સામાન્ય જનજીવન ઠપ્પ થઈ ગયુ છે. ઘણી જગ્યાએ વીજળી ડૂલ થઈ ગઈ છે, જેનાથી હજારો ઘર પ્રભાવિત થયા છે. સરકાર તરફથી લોકોને સલાહ આપવામાં આવી છે કે તે મુસાફરી કરવાનુ ટાળે.

ઇમરજન્સી મેનેજમેન્ટ પ્રધાન કાયરન એમ મેકએનલ્ટીએ સ્થાનિક સમય સવારે 8.43 વાગ્યે કટોકટીની સ્થિતિ પર હસ્તાક્ષર કર્યા. તેની ઘોષણા પહેલાં, તેમણે વડા પ્રધાન ક્રિસ હિપકિન્સ અને વિપક્ષના પ્રવક્તા સાથે વાત કરી હતી, અને બંને આ કટોકટીની ઘોષણા કરવાની તરફેણમાં હતા. મંત્રીએ કહ્યુ કે કટોકટીની સ્થિતિ છે, તોફાનને કારણે ઉત્તર આઇલેન્ડના મોટાભાગના વિસ્તારોને અસર થઈ છે. આ કટોકટીના અસરગ્રસ્ત વિસ્તારોમાં વધુ સારી મદદ પૂરી પાડવામાં મદદગાર સાબિત થશે. હું ભારપૂર્વક કહેવા માંગુ છુ કે સરકાર આ વિસ્તારોમાં ઘણા દિવસોથી તમામ શક્ય મદદ પૂરી પાડી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X