For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Good News: ન્યૂઝીલેન્ડમાં કોરોનાનો કહેર સંપૂર્ણપણે સમાપ્ત થયો, છેલ્લો દર્દી પણ સાજો થયો

Good News: ન્યૂઝીલેન્ડમાં કોરોનાનો કહેર સંપૂર્ણપણે સમાપ્ત થયો, છેલ્લો દર્દી પણ સાજો થયો

|
Google Oneindia Gujarati News

વેલિંગ્ટનઃ આખી દુનિયામાં કોરોના વાયરસે કહેર મચાવી રાખ્યો છે. આના સંક્રમણને રોકવા માટે શક્ય તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે પરંતુ આનાથી મૃત્યુ પામનારાઓની સંખ્યા સતત વધતી જઈ રહી છે. આ દરમિયાન એક ગુડ ન્યૂજ સમે આવ્યા છે. ન્યૂઝેલન્ડે આ ખતરનાક વાયરસ સામે જંગ જીતી લીધી છે. જી હાં, ન્યૂઝીલેન્ડ સંપૂર્ણપણે કોરોના મુક્ત થઈ ગયું છે. ત્યાંના સ્વાસ્થ્ય અધિકારીઓએ જાણકારી આપી છે કે કોરોનાથી સંક્રમિત દેશનો આખરી દર્દી પણ સોમવારે ઠીક થઈ ગયો છે અને હોસ્પિટલેથી ડિસ્ચાર્જ થઈ ઘરે આવી ગયો છે.

coronavirus

જાણકારી મુજબ ન્યૂઝીલેન્ડમાં આખરી નવો મામલો સામે આવ્યાના 17 દિવસ થઈ ચૂક્યા છે અને સોમવારે ફેબ્રુઆરીના અંત બાદ પહેલીવાર આવું થયું જ્યારે અહીં કોરોનાનો એકેય મામલો સક્રિય નથી. જો કે સ્વાસ્થ્ય અધકારીઓએ ચેતવણી આપતા કહ્યું કે દેશની બહારથી નવા મામલા સામે આવી શકે છે. વાયરસના કારણે નાગરિકો અને નિવાસીઓને ચોડી અન્ય તમામ લોકો માટે દેશી સીમા બંધ છે.

જણાવી દઈએ કે કોરોના વાયરસની ટૂકડી બાદ ન્યૂઝીલેન્ડમાં 25 માર્ચથી જ લૉકડાઉન લાગી ગયું હતું. ત્યારથી અત્યાર સુધી અહીં 22 લોકોના મોત થઈ ચૂક્યાં છે અને 1500 લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા. કોરોના ખતમ થયાનો શ્રેય પીએમ જૈસિંડા અર્ડર્નને આપવામાં આવી રહ્યો છે. જૈસિંગા અર્ડર્ને કહ્યું હતું કે જે ઈટલીમાં થયું તેવું તેઓ પોતાના દેશમાં નહિ થવા દે. વધુ સતર્કતાને પગલે તેમણે આવું કરી દેખાડ્યું. દેશમાં લોકલ ટ્રાન્સમિશન થઈ નથી શક્યું. જૈસંડા અર્ડર્ને પોતાના દેશના લોકોને કોરોનાની ચેન તોડવા માટેટીમની જેમ કામ કરવા કહ્યું છે.

ચીનની ડર્ટી ગેમ, વાર્તાલાપ વચ્ચે બોર્ડર પર હજારો કમાંડોનો વીડિયો જાહેર કર્યોચીનની ડર્ટી ગેમ, વાર્તાલાપ વચ્ચે બોર્ડર પર હજારો કમાંડોનો વીડિયો જાહેર કર્યો

English summary
new zealand won battle against covid 19, last patient recovered
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X