For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નીજેર : સંદિગ્ધ ઇસ્લામિક ચરમપંથી હુમલામાં '79 લોકોનાં મૃત્યુ'

નીજેર : સંદિગ્ધ ઇસ્લામિક ચરમપંથી હુમલામાં '79 લોકોનાં મૃત્યુ'

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News
નીજેર

નીજેરમાં બે ગામો પર થયેલા સંદિગ્ધ ઇસ્લામિક ચરમપંથી હુમલામાં 79 લોકો મૃત્યુ પામ્યા છે એમ રૉયટર્સ સમાચાર સંસ્થાનું કહેવું છે.

માલીની સીમા નજીક બે ગામ પર થયેલા આ હુમલામાં કથિત ઇસ્લામિક જેહાદીઓએ 79 લોકોની હત્યા કરી છે.

સ્થાનિક અધિકારીએ બીબીસીને ટિલ્લાબેરી વિસ્તારમાં ચોમોબાંગોઉ નામના ગામ પર હુમલો થયાની પુષ્ટિ કરી છે.

રૉયટર્સનું કહેવું છે કે ચોમોબાંગોઉમાં 49 લોકોની હત્યા થઈ છે જ્યારે અન્ય ગામ જારોમદારેયમાં 30 લોકોની હત્યા થઈ છે. 17 લોકો ચોમોબાંગોઉમાં ઘાયલ છે.

આ વિસ્તારમાં 2017થી જ કટોકટી લાગુ છે.

તાજેતરના મહિનાઓમાં આ વિસ્તારમાં પડોશી દેશ માલીથી આવનારા સંદિગ્ધ જેહાદીઓએ અનેક હુમલા કર્યાં છે.

શનિવારે ફ્રાન્સે કહ્યું કે તેના બૈ સૈનિકો માલીમાં માર્યા ગયા છે. એના કલાકેક અગાઉ અલકાયદા સાથે સંબંધિત સમૂહે કહ્યું કે માલીમાં એક અલગ હુમલામાં ફ્રાન્સની ત્રણ ટુકડીઓ પર હુમલા પાછળ એમનો હાથ છે.

આ હુમલાઓ બાબતે હજી નીજેરની સરકારે ટિપ્પણી નથી કરી.

પશ્ચિમ આફ્રિકન દેશ નીજેરમાં અલકાયદા અને ઇસ્લામિક સ્ટેટ સાથે સંબંધિત જૂથો અનેક હુમલાઓ અગાઉ પણ કરી ચૂક્યા છે.

ગત વર્ષે થયેલા હુમલામાં સેંકડો લોકો માર્યા ગયા હતા.

પડોશી દેશ નાઇજીરિયામાં સક્રિય ચરમપંથી સંગઠન બોકો હરામે ગત મહિને દક્ષિણ પૂર્વના દીફા વિસ્તારમાં ઓછામાં ઓછા 27 લોકોની હત્યા કરી દીધી હતી.


કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર
કોરોના વાઇરસ ફર્નિચર

https://www.youtube.com/watch?v=CZRuslESZUI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Niger: '79 killed 'in suspected Islamic extremist attack
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X