For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નિર્ભયાને મરણોપરાંત ઇંટરનેશનલ વુમન ઑફ કરેજ ઍવૉર્ડ

|
Google Oneindia Gujarati News
john-kerry

વૉશિંગ્ટન, 9 માર્ચ : સમગ્ર દુનિયામાં મહિલાઓ વિરુદ્ધ હિંસાની પ્રતીક બની ચુકેલ નિર્ભયાને મરણોપરાંત ઇંટરનેશનલ વુમન ઑફ કરેજ ઍવૉર્ડથી સન્માનવામાં આવ્યું. સમગ્ર દુનિયાની બહાદુર મહિલાઓને સન્માનિત કરવા માટે યોજાયેલ આ સમારંભના પ્રમુખ પદે અમેરિકાના પ્રથમ મહિલા મિશેલ ઓબામાએ હાજરી આપી.

અમેરિકામાં યોજાયેલ આ કાર્યક્રમમાં ભારતનું પ્રતિનિધિત્વ અમેરિકામાં ભારતીય રાજદૂત નિરૂપમા રાવે કર્યું. આ પ્રસંગે સંબોધતાં અમેરિકાના વિદેશ મંત્રી જ્હૉન કેરીએ જણાવ્યું કે નિર્ભયાની બહાદુરીએ વિશ્વમાં થતી મહિલા વિરોધી હિંસા વિરુદ્ધ મોર્ચો માંડવા માટે લોકોને પ્રેરિત કરી છે અને એમ પણ સંદેશ આપ્યો કે આ પ્રકારના બનાવો હવે બીજે ક્યાંય ન બનવા જોઇએ.

નોંધનીય છે કે ભારતના પાટનગર દિલ્હી ખાતે પૅરામેડિકલની એક વિદ્યાર્થીની 16મી ડિસેમ્બર, 2012ની રાત્રે ગૅંગ રેપનો ભોગ બની હતી. આ પીડિતાને ભારતીય મીડિયાએ નિર્ભયા નામ આપ્યુ હતું. આ બનાવ બાદ દિલ્હી સહિત સમગ્ર દેશમાં મહિલા અત્યાચારો વિરુદ્ધ જોરદાર અવાજો ઉઠી હતી. જોકે નિર્ભયાનું બાદમાં સિંગાપોર ખાતેની એક હૉસ્પિટલમાં 29મી ડિસેમ્બરના રોજ મોત થઈ ગયુ હતું.

જ્હૉન કેરીએ પોતાના પ્રવચનમાં નિર્ભયાને સાહસી, નિર્ભય અને મોટા દિલ વાળી બતાવી. તેમણે નિર્ભયાની સ્મૃતિમાં થોડીક પળો માટે મૌન પાળવા માટે પણ કહ્યું. તેમણે પોતાના સંબોધનમાં એમ પણ જણાવ્યું કે આપણે મહિલાઓ વિરુદ્ધ થતા અપરાધો રોકવા માટે એક સાથે કામ કરવું પડશે કે જેથી લિંગ આધારિત હિંસા રોકી શકાય.

English summary
US secretary of state John Kerry payed tribute for Delhi gang rape victim and said Nirbhaya's courage is our inspiration.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X