200 કરોડમાં વેચાયો હૈદરાબાદ નિઝામનો ડાયમન્ડ

આ વેચાણ ક્રિસ્ટીની મેગ્નિફીશિએંટ જ્વેલ્સ ઓક્શનનો હિસ્સો હતો. દિવસભર ચાલેલી આ હરાજીમાં અંદાજે 300 ઝવેરાતની બોલી લાગી હતી. આ તમામ કુલ 400 કરોડ રૂપિયામાં વેચાયા જેમાં 30.32 કેરેટની રેક્ટેંગુલર-કટ ડાયમંડ રિંગ, 23.30 કેરેટ ડાયમંડ અને હેરી વિંસ્ટનનું એમરલ્ડ-ડાયમંડ હાર પણ સામેલ હતા.
આ હીરા પહેલા હૈદરાબાદના શાહી પરિવાર પાસે હતું, પરંતુ હૈદરાબાદના પહેલા નિઝા, નિઝામ ઉલ મુલ્ક આસિફ જાહએ તેને પોતાના ઉત્તરાધિકારીને સોંપી દીધું.
વડોદરાના શહેઝાદાના નામ પર રાખવામાં આવેલા આ હીરાનું નામ પ્રિન્સી ડાયમ્ડ છે. આ ડાયમંડનું આ અનોખું નામ વેન ક્લીફ એન્ડ એર્પલ્સે પેરિસ સ્ટોરમાં એક પાર્ટી દરમિયાન આપવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં 14 વર્ષીય વડોદરાના શહેઝાદાના માં મહારાણી સીતા દેવી સાથે સામેલ થયા હતા.
ઓક્શન પહેલા સંસ્થાએ નિવેદનમાં કહ્યું હતું કે તેમને પહેલીવાર વર્ષ 1960માં હરાજી કરવામાં આવ્યા અને તેને વેન ક્લિફ અને આર્પેલ્સની લંડન શાખાએ માત્ર 46,000 પાઉન્ડમાં ખરીદ્યા.












Click it and Unblock the Notifications
