મોદી પર વિઝા નીતિમાં કોઇ ફેરફાર નહીં: અમેરિકા
વોશિંગ્ટન, 4 ડિસેમ્બર: અમેરિકાએ જણાવ્યું છે કે ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને લઇને વિઝા નીતિમાં કોઇ ફેરફાર નથી થયો અને આવનાર લોકસભા ચૂંટણીના પરિણામથી ભિન્ન તેઓ ભારત સાથે મળીને કામ કરવા માટે ઉત્સુક છે.
દક્ષિણ અને મધ્ય એશિયા મામલાઓની સહાયક વિદેશમંત્રી નિશા દેસાઇ બિસ્વાલે જણાવ્યું કે 'હું એવું કહેવા માંગુ છું કે વિઝા નીતિના સંદર્ભમાં અમેરિકાના નિયમોમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. દરેક લોકોએ અરજી કરવી પડશે અને સમીક્ષા પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.'

અત્રે મજાની વાત એ છે કે ભારતના રાજકારણમાં સૌથી લોકપ્રિય નેતા તરીકેની શાખ ધરાવતા નરેન્દ્ર મોદીએ ક્યારે અમેરિકાના વિઝા મેળવવા માટે મથામણ કે ભલામણ કરી નથી, છતાંય આ અંગે હંમેશા અમેરિકાને પ્રશ્ન પૂછવામાં આવે છે.












Click it and Unblock the Notifications
