અમેરિકા સામે અણુ હુમલાની મંજૂરી આપતું ઉત્તર કોરિયા

બીજી તરફ અમેરિકન રાષ્ટ્રપતિ કાર્યાલયની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની પ્રવક્તા કેટલિન હેડને જણાવ્યું છે કે ઉત્તર કોરિયાનું નિવેદન સ્થિતિમાં સુધારાના સંકેત આપતા નથી. તેમણે આ નિવેદનને ભડકાઉ ગણાવ્યું હતું.
આ મુદ્દે કેટલાક નિષ્ણાતો વિશ્વાસ વ્યક્ત કરે છે કે ઉત્તર કોરિયા પાસે એવા રોકેટ અથવા હથિયાર છે, જેનાથી તે અમેરિકાને નિશાન બનાવી શકે છે. ઉત્તર કોરિયાએ પોતાની મિસાઇલ પ્રણાલીને પણ યુદ્ધ માટે તૈયાર રહેવાનો આદેશ આપી દીધો છે.
પ્રશાંત મહાસાગર સ્થિત ગુઆમ ટાપુ પર અમેરિકા તરફથી અત્યાધુનિક મિસાઇલ રક્ષા પ્રણાલીને તૈનાત કરવાની જાહેરાત કરાયા બાદ ઉત્તર કોરિયાએ આ ધમકી આપી છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકાના સંરક્ષણ મંત્રાલય પેન્ટાગોને કહ્યું હતું કે ઉત્તર કોરિયાને પાઠ શીખવાડવા માટે આવનારા સપ્તાહોમાં તે બેલેસ્ટિક ટર્મિનલ હાઇ અલ્ટીટ્યુડ એરિયા ડિફેન્સ સિસ્ટમ (થાડ)ને ગુઆમ પર સજ્જ કરશે. આ વર્ષે ફેબ્રુઆરીમાં ઉત્તર કોરિયાએ પોતાનું ત્રીજું પરમાણું પરિક્ષણ કર્યું હતું. આ કારણે સંયુક્ત રાષ્ટ્રે તેની સામે પ્રતિબંધ મૂક્યો હતો.
ત્યાર બાદ અમેરિકા અને દક્ષિણ કોરિયાના સંયુક્ત અભ્યાસે ઉત્તર કોરિયાની નારાજગી વધારી દીધી હતી. આ કારણે ઉત્તર કોરિયાએ દક્ષિણ કોરિયા અને અમેરિકા પર હુમલો કરવાની ધમકી આપી હતી.
અમેરિકાના રક્ષા મંત્રી ચક હેગલે બુધવારે આપેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે પાછલા કેટલાક સપ્તાહોમાં ઉત્તર કોરિયા તરફથી જે પગલાં ઉઠાવવામાં આવ્યા છે તે વાસ્તવિક અને સ્પષ્ટ ખતરાના સંકેત આપે છે. ઉત્તર કોરિયાને કારણે દક્ષિણ કોરિયા અને જાપાનના હિતો માટે પણ જોખમ ઉભું થયું છે.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ










Click it and Unblock the Notifications
