For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉત્તર કોરિયાએ છોડી 4 મિસાઇલો, અમેરિકા-જાપાન ચિંતાતુર

ઉત્તર કોરિયાના ડોંગચાંગ રી-લોંગ મિસાઇલ સ્થળ પાસે આજે સવારે 7.36 વાગે ચાર પ્રોજેક્ટાઇલ છોડવામાં આવ્યા છે.

By Shachi
|
Google Oneindia Gujarati News

એકવાર ફરીથી ઉત્તર કોરિયા એ એવું કંઇ કહ્યું છે, જેનાથી કોરિયાઇ દ્વિપક્લપમાં ફરીથી તણાવ વધવાની શક્યતા છે. આજે સવારે 7.36 વાગે ઉત્તર કોરિયાએ 4 બેલિસ્ટિક મિસાઇલો છોડી છે. આ વાતની જાણકારી દક્ષિણ કોરિયા ના જોઇન્ટ ચીફ્સ ઓફ સ્ટાફ (જેસીએસ)એ મીડિયાને આપી છે.

missile

ઉત્તર કરિયાએ 4 બેલેસ્ટિક મિસાઇલો છોડી

જેસીએસ તરફથી જે નિવેદન આપવામાં આવ્યું છે, તે અનુસાર ઉત્તર કોરિયાના ડોંગચાંગ રી-લોંગ મિસાઇલ સ્થળ પાસે આજે સવારે 7.36 વાગે ચાર પ્રોજેક્ટાઇલ છોડી છે, અમે મિસાઇલોનું વિશ્લેષણ કરી રહ્યાં છે કે તે કયા પ્રકારની હતી. જ્યારે કે આ અંગે જાપાન તરફથી નિવેદન આવ્યું છે કે 4 બેલિસ્ટિક મિસાઇલોમાંથી 3 તેમની સમુદ્રી સીમામાં આવીને પડી છે.

અમેરિકા અને દક્ષિણ કોરિયા ચિંતાતુર

ઉત્તર કોરિયાની આ કામગીરી અમેરિકા અને દક્ષિણ કોરિયાના સંયુક્ત સૈન્ય અભ્યાસની વિરુદ્ધ માનવામાં આવી રહી છે, આથી આ બંન્ને દેશો માટે તે ચિંતાનો વિષય ચે. જો કે, આ પહેલાં ઘણીવાર ઉત્તર કોરિયાએ કહ્યું કે, તેમનો અંતરિક્ષ કાર્યક્રમ શાંતિ માટે છે, પરંતુ એવું માનવામાં આવે છે કે તે અમેરિકા પર હુમલો કરવા માટે જ ઇન્ટરકોન્ટિનેંટલ બેલિસ્ટિક મિસાઇલનું નિર્માણ કરી રહ્યું છે.

અહીં વાંચો - USમાં ભારતીયો પર સતત હુમલા, ભારતીય રાજદૂતે વ્યક્ત કરી ચિંતાઅહીં વાંચો - USમાં ભારતીયો પર સતત હુમલા, ભારતીય રાજદૂતે વ્યક્ત કરી ચિંતા

ડોનાલ્ડ ટ્રંપના રાષ્ટ્રપતિ બન્યા બાદ થયું પરીક્ષણ

ઉલ્લેખનીય છે કે, ડોનાલ્ડ ટ્રંપે 20 જાન્યુઆરીના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ પદની શપથ લીધા બાદ ઉત્તર કોરિયાએ પહેલીવાર મિસાઇલોનું પરીક્ષણ કર્યું છે.

English summary
Nuclear-armed North Korea fired four ballistic missiles east of the peninsula on Monday, with Japan saying three of them landed in its waters.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X