ઉત્તર કોરિયાએ આપી વ્હાઇટ હાઉસ પર પરમાણુ હુમલાની ધમકી
સિયોલ, 29 જુલાઇ: ઉત્તર કોરિયા સેનાના એક વરિષ્ઠ અધિકારીએ અમેરિકા પર કોરિયાઇ પ્રાયદ્વીપમાં તણાવ ભડકાવવાનો આરોપ લગાવતા અમેરિકન રાષ્ટ્રપતિના રહેઠાણ વ્હાઇટ હાઉસ અને રક્ષા મંત્રાલય પેંટાગન પર પરમાણું બોમ્બથી હુમલો કરવાની ધમકી આપી છે.
સેનાના જનરલ પોલિટિકલ બ્યૂરોના ડાયરેક્ટર અને વાઇસ માર્શલ વાંગ પ્યોંગ સોએ રાજધાની પ્યોંગયાંગમાં સેનાની વિશાળ રેલીને સંબોધિત કરતા જણાવ્યું કે દક્ષિણ કોરિયા અને અમેરિકાએ મળીને હાલમાં જ ઘણા યુદ્ધાભ્યાસ કર્યા. તેમાં પરમાણું હુમલાની ક્ષમતાથી સજ્જ અમેરિકન એરક્રાફ્ટ કેરિયરનો ઉપયોગ પણ કરવામાં આવ્યો. અમે આને સિયોલ અને વોશિંગ્ટન તરફથી ભડકાઉ પગલું માનીએ છીએ.

ઉત્તર કોરિયા તરફથી અમેરિકાને પરમાણુ હુમલાની ધમકી પહેલીવાર નથી મળી. આ પહેલા પણ તમામ મંચોથી પ્યોંગયાંગના નેતા અમેરિકા અને પ્રશાંત મહાસાગરમાં સ્થિત તેના સૈન્ય મથકો પર પરમાણું હુમલા કરવાની ધમકી આપતા રહ્યા છે. પરંતુ મોટાભાગના વિશેશ્લકો માને છે કે હજી સુધી તેઓ એવી બેલેસ્ટિક મિસાઇલ વિકસિત નથી કરી શક્યા જે એક મહાદ્વીપથી બીજા દ્વિપ સુધી મારી શકે. ઉત્તર કોરિયા ત્રણ પરમાણુ પરીક્ષણ કરી ચૂક્યું છે. પરંતુ તેમને પણ મિસાઇલના વૉરહેડ બનાવવાના લાયક નથી માનવામાં આવતા.












Click it and Unblock the Notifications
