For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉ.કોરિયાના સરમુખ્તાર કિમે રચ્યો ઇતિહાસ, પહોંચ્યા દ. કોરિયા

ઉત્તર કોરિયાના સરમુખ્તાર કિમ જોંગ ઇતિહાસ રચ્યો છે. પહેલી વાર તે તેમની સીમા પાર કરીને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિને મળવા પહોંચ્યા છે. અને હવે તે બંને નેતાઓ એકબીજા સાથે વાતચીત પણ કરશે. જાણો વધુ.

|
Google Oneindia Gujarati News

નોર્થ કોરિયાના સરમુખત્યાર આજકાલ તેમના નવા વર્તનના કારણે ચર્ચાના કેન્દ્રમાં રહે છે. વળી તેમણે ન્યૂક્લિયર ટેસ્ટ કરવાનું બંધ કરવાની જાહેરાત કરી છે. તે સાથે જ તેમણે ઇતિહાસમાં પહેલી વાર નોર્થ કોરિયાની સીમા પાર કરીને દક્ષિણ કોરિયા પહોંચ્યા હતા. અહીં તે ન્યૂક્લિયર સંકટ પર થનારી સમિટમાં ભાગ લેશે. અહીં તે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે સાથે પણ મુલાકાત કરશે. તમને જણાવી દઇએ કે આવી ઉત્તર કોરિયા અને દક્ષિક કોરિયાના ઇતિહાસમાં પહેલીવાર થઇ રહ્યું છે કે બે નેતાઓ વાત કરવા અને મળવા તૈયાર થયા છે. અને આ વાત નોર્થ કોરિયાના પરમાણુ બંધ કરવા પછી શક્ય બન્યું છે. હવે જોવું તે રહે કે બંને દેશના રાષ્ટ્રપતિ પરમાણુ સંકટ પર શું દ્રષ્ટ્રિકોણ રાખે છે.

kim

ઉલ્લેખનીય છે કે બંને દેશોનાં રાષ્ટ્રપતિએ આ સમયે હાથ મેળવ્યો હતો. વળી આ મુલાકાત દરમિયાન આંશિક રીતે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ કેટલીક હદ સુધી નોર્થ કોરિયાની સીમામાં પણ પહોંચ્યા હતા. જેની પણ કોઇની આશ નહતી. વિશ્વના અનેક લોકો માટે નોર્થ કોરિયાના આ સરમુખ્તાર વર્ણન સ્વીકારવું કે તે આવું કરશે તેવું માનવું જ અશક્ય છે. પણ તે વાત ચોક્કસથી સ્વીકારવી બને છે કે કિમ જોંગ ઉનનું આ વર્તન અનેક લોકોને અચરજ પમાડે તેવું છે. અને તમામ રાજનૈતિક જાણકારો કિમ જોંગ ઉનના આ વર્તનને શંકાની નજરે જોઇ રહ્યા છે. વળી આવનારા મહિને કિમ જોંગ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ સાથે પણ મુલાકાત કરવાના છે. ત્યારે હાલ તો બધાની નજરો કિમ જોંગ ઉન પર મંડાયેલી છે.

English summary
North korean leader Kim Jong un makes history crosses the southern border to meet rival moon.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X