NGO ફાઉન્ડર મહિલાઓને ભૂખી રાખીને સેક્સ કરાવતો હતો
ન્યુયોર્ક જ્યુરીએ સેક્સ કલ્ટ ચલાવવાના આરોપમાં 58 વર્ષના એક વ્યક્તિને દોષી માન્યો છે. દોષી વ્યક્તિનું નામ કૅથ રાનીઅરે છે
ન્યુયોર્ક જ્યુરીએ સેક્સ કલ્ટ ચલાવવાના આરોપમાં 58 વર્ષના એક વ્યક્તિને દોષી માન્યો છે. દોષી વ્યક્તિનું નામ કૅથ રાનીઅરે છે, જે એવા ગ્રૂપનો મુખિયો હતો જેમાં સેક્સ ટ્રાફિકિંગ, ચાઈલ્ડ પોર્નોગ્રાફી અને વસૂલી જેવા અપરાધો થતા હતા. આ મામલે જ્યુરી 25 સપ્ટેમ્બરે સજાનું એલાન કરશે. તેને ઉમરકેદની સજા થઇ શકે છે. પોલીસે રાનીઅરે પર રેકેટનું ષડયંત્ર રચવા, સેક્સ ટ્રાફિકિંગ, ચાઈલ્ડ પોર્નોગ્રાફી જેવા અપરાધોમાં શામિલ હોવાનો મામલો નોંધ્યો છે.

આ મામલો સુનાવણી દરમિયાન એવો પણ ખુલાસો થયો કે કૅથ રાનીઅરે પોતાને જીનિયસ બતાવતો હતો, જે વસ્તુઓને પ્રભાવિત કરી નાખતો હતો. બ્રુકલાયનમાં યુએસ અટોર્ની ઘ્વારા આ વાત જણાવવામાં આવી. રાનીઅરે NXIVM નામના એનજીઓ ફાઉન્ડર છે. આ મામલે દોષી ગણાયા પછી રાનીઅરે ના વકીલ માર્શ એગ્રીફિલો ઘ્વારા કોર્ટની બહાર કહેવામાં આવ્યું છે કે આ મામલે અપીલ કરવામાં આવી છે. વકીલે રાનીઅરે પરિવાર પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી છે.
પરંતુ આ મામલની સુનાવણી દરમિયાન જે અગત્યની વાત સામે આવી તે છે કે કૅથ રાનીઅરે કલ્ટમાં મહિલાઓને ભૂખી રાખતો હતો. ત્યારપછી તેમને સેક્સ કરવા માટે કહેવામાં આવતું હતું. એટલું જ નહિ પરંતુ સેક્સ ટ્રાફિકિંગ, ચાઈલ્ડ પોર્નોગ્રાફી જેવા ઘણા મામલે તેને દોષી માનવામાં આવ્યો છે. એટલું જ નહીં પરંતુ રાનીઅરે ઘ્વારા 15 વર્ષની છોકરી સાથે પણ શારીરિક સંબધ બનાવવામાં આવ્યા હતા.
આ છોકરીની ફોટોને કારણે તેના પર ચાઈલ્ડ પોર્નોગ્રાફી હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલામાં કૅથ રાનીઅરે સહીત તેના એનજીઓના બાકીના સદસ્યો પણ દોષી માનવામાં આવ્યા છે, જેમાં એનજીઓ અધ્યક્ષ નેન્સી સલજમણ, તેમની દીકરી લૉરેન સલજમણ, અભિનેત્રી એલિસન મેક અને સિન્ગ્રામ શરાબ અને ક્લેયર બ્રેફમેન નામ શામિલ છે.












Click it and Unblock the Notifications
