ઓબામાની નજરે કમલા હેરિસ સૌથી સુંદર એટર્ની જનરલ

કેલિફોર્નિયાની પહેલી મહિલા અને ભારતીય અમેરિકન એટર્ની જનરલ હૈરિસના વખાણ કરતા ઓબામાએ કહ્યું કે, તે બુદ્ધિમાન છે, સમર્પિત છે, મજબૂત છે અને બિલકુલ એવા છે જેવા કાયદા વ્યવસ્થા બનાવી રાખવા માટે જવાબદાર વ્યક્તિ હોવી જોઇએ. ઓબામાએ તાળીઓના ગળગળાટની વચ્ચે કહ્યું કે, તે અત્યારસુધીના દેશના સૌથી સુંદર એટર્ની જનરલ છે. હાસ્ય વચ્ચે ઓબામાએ કહ્યું કે આ સાચું છે.
કેલિફોર્નિયામાં ધન એકઠું કરવાના ઉદ્દેશ્યથી આયોજિત એક કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું કે, તે ઘણા સારા મિત્ર છે અને વર્ષોથી મારા સમર્થક રહ્યાં છે. હેરિસની માં શ્યામલા ગોપાલન વર્ષ 1960માં ચેન્નાઇથી અમેરિકા ગયા હતા. હેરિસના પિતા જમૈકાના છે. તે કેલિફોર્નિયાના પહેલા આફ્રિકન અમેરિકન અને એશિયન અમેરિકન એટર્ની જનરલ છે. તે અમેરિકાના પહેલા ભારતીય અમેરિકન એટર્ની જનરલ છે.












Click it and Unblock the Notifications
