કોલર પર લાગી લિપસ્ટિક, ઓબામાએ આપી સફાઇ
વોશિંગટન, 29 મેઃ વ્હાઇટ હાઉસમા એક આયોજન દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાના કોલર પર લિપસ્ટિકનું નિશાન લાગેલુ હતું. ત્યારબાદ ઓબામાને જણાવવું પડ્યું કે આ નિશાન ક્યાંથી આવ્યું છે. તેમણે મજાકિયા અંદાજમાં સફાઇ આપતા કહ્યું કે પ્રથમ લેડી મિશેલ સાથે ટકરાવથી બચવા માટે તેઓ આ સ્પષ્ટીકરણ આપી રહ્યાં છે.
ઓબામા વ્હાઇટ હાઉસમાં એશિયન અમેરિકન પેસિફિક આઇલેન્ડ્સ માટે આયોજિત સમારોહમાં બોલી રહ્યાં હતા. સમારોહમાં મોટી સંખ્યામાં જાણીતા ભારતીય અમેરિકન પણ હતા. અંદાજે 300 લોકોનું અભિવાદન કર્યા બાદ ઓબામાએ તેમના ઉષ્ણતાભેર વખાણ કર્યા. હસતાં-હસતાં ઓબામાએ કહ્યું કે, ઉષ્ણતાનું એક નિશાન મારી કોલર પર પણ છે. તેમણે જણાવ્યું કે, આ નિશાન અમેરિકન આઇડલમાં બીજા સ્થાન પર રહેલી જેસિકા સાંચેજની સંબંધીની લિપસ્ટિકનું છે.
ઓબામાએ પ્રયત્નો કર્યા કે લિપસ્ટિકનું નિશાન અહી ઉપસ્થિત તમામ લોકો જોઇ શકે છે. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે, હું ઇચ્છું છું કે દરેક વ્યક્તિ તેને જુએ, હું મિશેલ સાથે કોઇ ટકરાવ નથી ઇચ્છતો. આ જ કારણ છે કે બધાની સામે જેસિકાના સંબંધીનું નામ લઇ રહ્યું છે. તો ચાલો તસવીરોમાં જોઇએ ઓબામાની કોલર પર લાગેલી લિપસ્ટિક.

કોલર પર લાગી લિપસ્ટિક, ઓબામાએ આપી સફાઇ

કોલર પર લાગી લિપસ્ટિક, ઓબામાએ આપી સફાઇ

કોલર પર લાગી લિપસ્ટિક, ઓબામાએ આપી સફાઇ

કોલર પર લાગી લિપસ્ટિક, ઓબામાએ આપી સફાઇ

કોલર પર લાગી લિપસ્ટિક, ઓબામાએ આપી સફાઇ













Click it and Unblock the Notifications
