ચૂંટણી અભિયાનના અંતિમ ચરણમાં ઓબામા, રોમની

ડેસ મોઇનેસ રજિસ્ટર આયોવા સર્વેક્ષણ અનુસાર, આયોવામાં છ ઇકેક્ટોરલ વોટ છે અને અહીં ઓબામા સંભવિત મતદાતાઓમાં મિટ રોમનીથી આગળ છે. અહીં ઓબામાને 47 ટકા સમર્થન પ્રાપ્ત થયું છે, તો રોમનીને 42 ટકા, પરંતુ ચાર ઇલેક્ટોરલ વોટ વાલઆ ન્યૂ હેમ્પશાયરમાં બન્ને વચ્ચે કાંટાની ટક્કર છે, ડબલ્યુએમયુએર ગ્રેનાઇટ સ્ટેટ સર્વેક્ષણ અનુસાર અહીં ઓબામા અને રોમની બન્નેને સંભવિત મતદાતાઓમાં 47-47 ટકા સમર્થન મળ્યું છે.
સીએનએનના અહેવાલ અનુસાર, મતદાતાઓને જ્યારે પુછવામાં આવ્યું કે તેમનું વલણ કોની તરફ છે તો તેવામાં સંભવિત મતદાતાઓ તરફથી અલગ-અલગ સુચન આપ્યા છે. સીએનએનના સર્વેમાં ઓહાયોના પહેલા નમૂનામાં ઓબામા આગળ છે, જ્યારે ફ્લોરિડામાં એક સર્વેમા રોમનીને આગળ બતાવ્યા છે અને એક બીજા સર્વેક્ષણમાં ઓબામાને આગળ બતાવવામાં આવ્યાં છે.
આયોવાના 10 મતદાતાઓમાંથી ચારથી વધારે મત આપી ચૂક્યા છે, અને પડી ચૂકેલા આ મતોમાં ઓબામા 22 ટકા આગળ છે. સર્વેમાં એ વાત પણ જાણવા મળી છે કે જે લોકો મતદાનના દિવસે મત આપવાના છે, તેમા રોમની 8 ટકા આગળ છે. રિપ્લિકનના પ્રભાવવાળા રાજ્યના પશ્ચિમોત્તર વિસ્તારોમાં મતદાનના દિવસ પહેલા ઓછું મતદાન થયું છે.












Click it and Unblock the Notifications
