For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓબામા બર્થ-ડે: ભારતીય રેસ્ટોરન્ટમાં ઓબામા-મિશેલનું ડિનર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

વોશિગ્ટન, 9 ઓગષ્ટ: અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને તેમની પત્ની મિશેલ ઓબામાએ રાષ્ટ્રપતિના 52મા જન્મદિવસની ઉજવણી કરતાં અહીં એક મોંઘી ભારતીય રેસ્ટોરન્ટમાં ડિનર કર્યું. રાષ્ટ્રપતિ અને મિશેલ ઓબામાએ વ્હાઇટ હાઉસ પાસે વેસ્ટ એન્ડ વિસ્તારમાં સ્થિત પુરસ્કાર વિજેતા રસિકા રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ કર્યું.

વ્હાઇટ હાઉસે કહ્યું હતું કે 'રાષ્ટ્રપતિ અને પ્રથમ મહિલા, રાષ્ટ્રપતિનો જન્મદિવસ ઉજવવા બહાર જઇ રહ્યાં હતા. આ પહેલાં વ્હાઇટ હાઉસથી નિકળતી વખતે મિશેલ ઓબામાએ કાળા રંગની ઘૂંટણ સુધીનો એક બેકલેસ ડ્રેસ પહેર્યો હતો. બીજી તરફ બરાક ઓબામા સામાન્ય સૂટમાં હતા.

રેસ્ટોરન્ટની વેબસાઇટ અનુસાર રેસ્ટોરન્ટમાં આધુનિક ભારતીય પકવાન પિરસવામાં આવે છે. તેમના ખાસ વ્યંજનોમાં તવા (ગ્રિડલ), સિગરી (ઓપન બારબેક્યૂ), તંદૂર અને બીજા સ્થાનિક વ્યંજનો સામેલ છે. રાષ્ટ્રપતિ બરાક ઓબામા રવિવારે 52 વર્ષના થઇ ગયા છે. તેમને કહ્યું હતું કે મિત્રો અને પરિવારની સાથે કેંપ ડેવિડમાં જન્મદિવસ સપ્તાહના અંતે મનાવ્યો હતો.

obama

દિલ્હીમાં જન્મેલા અશોક બજાજની નાઇટબ્રિજ સમૂહ રસિકા રેસ્ટોરન્ટ માલિક છે. આ રેસ્ટોરન્ટ વોશિંગ્ટનમાં લોકપ્રિય છે. અશોક બજાજ લંડન અને અમેરિકામાં ગત 25 વર્ષોથી ઘણા પુરસ્કાર વિજેતા રેસ્ટોરન્ટ ચાલે છે.

English summary
President Barack Obama and wife Michelle chose Rasika, an Indian restaurant owned by a New Delhi born restaurateur, which is a favourite haunt of power diners, to celebrate his birthday.,
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X