આફ્રિકન દેશ સિએરા લિયોનમાં ઓઈલ ટેન્કરમાં વિસ્ફોટ, 92 લોકોના મોત!

પશ્ચિમ આફ્રિકાના દેશ સિએરા લિયોનની રાજધાની ફ્રીટાઉનમાં એક ભયાનક અકસ્માત સર્જાયો છે. અહીં એક ઓઈલ ટેન્કરમાં જોરદાર વિસ્ફોટ થયો હતો, જેમાં ઓછામાં ઓછા 92 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે.

ફ્રીટાઉન, 06 નવેમ્બર : પશ્ચિમ આફ્રિકાના દેશ સિએરા લિયોનની રાજધાની ફ્રીટાઉનમાં એક ભયાનક અકસ્માત સર્જાયો છે. અહીં એક ઓઈલ ટેન્કરમાં જોરદાર વિસ્ફોટ થયો હતો, જેમાં ઓછામાં ઓછા 92 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. રાજધાની ફ્રીટાઉનના ઉપનગરમાં આ અકસ્માત થયો હતો. શુક્રવારે એક ફ્યુઅલ ટેન્કરમાં વિસ્ફોટ થયો હતો, જેમાં 91 લોકોના મોત થયા હતા.

Sierra Leone

સિએરા લિયોનની નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સી (NDMA)ના સંચાર નિર્દેશક મોહમ્મદ લામારને બાહે જણાવ્યું હતું કે, વિસ્ફોટ પછી ઘણા લોકોની હાલત ગંભીર હતી. સીએનએનના અહેવાલ મુજબ બાહે કહ્યું કે અધિકારીઓએ ઘાયલ લોકોને હોસ્પિટલોમાં સ્થાનાંતરિત કર્યા છે. આ સાથે મૃતદેહોને પણ એકત્ર કરવામાં આવ્યા છે અને ઘટનાસ્થળે બચાવ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે.

બીજી તરફ ફ્રીટાઉન મેયર યવોન અકી-સોયરે ફેસબુક પર એક નિવેદન શેર કર્યું છે, જેમાં લખ્યું કે 'વેલિંગટનના બાય બ્યૂરેહ રોડ પર જોરદાર વિસ્ફોટ થયો. જ્યારે ઓઈલ ભરેલી ટ્રક અન્ય ટ્રક સાથે અથડાઈ. આ સાથે તેણે કહ્યું કે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયો અને ફોટો હેરાન કરે છે.

તમને જણાવી દઈએ કે આ ભયાનક દુર્ઘટના ત્યારે થઈ જ્યારે 40 ફૂટ લાંબુ ઓઈલ ટેન્કર અન્ય ટ્રક સાથે અથડાયું. આ પછી એક જોરદાર વિસ્ફોટ થયો, જેણે સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચાવી દીધો. આગના કારણે આસપાસના લોકો દાઝી ગયા હતા અને મોતને ભેટ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X