આર્ટિકલ 370: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત-પાક વિશે એક વાર ફરીથી આપ્યુ મોટુ નિવેદન
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક વાર ફરીથી ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવને ખતમ કરવા માટે મધ્યસ્થીની રજૂઆત કરી છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક વાર ફરીથી ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવને ખતમ કરવા માટે મધ્યસ્થીની રજૂઆત કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ કે છેલ્લા બે અઠવાડિયામાં બંને દેશો વચ્ચે તણાવમાં ઘટાડો આવ્યો છે જો દક્ષિણ એશિયાના બંને દેશો ઈચ્છે તો તે મધ્યસ્થી માટે તૈયાર છે. તમને જણાવી દઈએ કે ડોનાલ્ડ ટ્રમ્પનુ આ નિવેદન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાતના બે અઠવાડિયા પછી આવ્યુ છે. આ પહેલા 26 ઓગસ્ટના રોજ ટ્રમ્પે પીએમ મોદી સાથે ફ્રાંસમાં જી-7ની બેઠક દરમિયાન મુલાકાત કરી હતી. એ વખતે ભારતે સ્પષ્ટ રીતે કહ્યુ હતુ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ પણ મુદ્દે ત્રીજા દેશના હસ્તક્ષેપની જરૂર નથી.

સોમવારે મીડિયા સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યુ કે તમે જાણો છો કે ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીર માટે તણાવ ચાલી રહ્યો છે. પરંતુ મારુ માનવુ છે કે છેલ્લા બે અઠવાડિયામાં બંને દેશો વચ્ચે તણાવમાં ઘટાડો આવ્યો છે. જોવાની વાત એ છે કે 5 ઓગસ્ટના રોજ જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 ખતમ કરાયા બાદથી જ ભારત અને પાક વચ્ચે તણાવ ઘણો વધી ગયો છે. બંને દેશો વચ્ચે સંવાદમાં ઘટાડો થયો છે અને પાક નેતાઓ તરફથી સતત ભારત વિરોધી નિવેદનો કરવામાં આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જી 7 શિખર સંમેલન દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થીવાળી વાતને ધરમૂળથી ફગાવી દીધી હતી. ફ્રાંસમાં થયેલ જી સંમેલન દરમિયાન બધાની નજર ટ્રમ્પ અને મોદીની આ મુલાકાત પર ટકેલી હતી. કારણકે આ પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ઘણી વાર કાશ્મીર પર મધ્યસ્થી કે વાતચીતમાં મદદ કરવાની રજૂઆત કરી ચૂક્યા હતા. એક વાર તો ઈમરાન ખાન સાથે મુલાકાત દરમિયાન તેમણે ખોટો દાવો સુદ્ધી કરી દીધો હતો કે પીએમ મોદીએ પોતે તેમને કાશ્મીર પર મધ્યસ્થી કરવાની ઈચ્છા રાખી છે. પરંતુ પીએમ મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પને સીધુ કહી દીધુ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણા દ્વિપક્ષીય મુદ્દા છે અને અમે કોઈ ત્રીજા દેશને કષ્ટ આપવા નથી ઈચ્છતા. અમે દ્વિપક્ષીય રીતે આ મુદ્દાઓની ચર્ચા કરીને આનુ સમાધાન કરી શકીએ છીએ.












Click it and Unblock the Notifications
