તુર્કીમાં ઓનલાઇન 'હલાલ' સેક્સ શોપ થઇ રહી છે લોકપ્રિય
અંકારા, 27 ઓક્ટોબર : તુર્કીમાં તાજેતરમાં શરૂ થયેલી એક ઓનલાઇન હલાલ સેક્સ શોપ વર્તમાન સમયમાં ખાસ્સી ચર્ચામાં છે. વેબસાઇટનો દાવો છે કે મુસ્લિમો માટે આ પોતાની રીતની પહેલી ઓનલાઇન શોપ છે. આ હલાલ સેક્સ શોપની ડિઝાઇન એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે તે જોવામાં સંકોચજનક લાગતી નથી.
મહત્વની બાબત એ છે કે આ વેબસાઇટ પુરુષો અને મહિલાઓની જરૂરિયાતને અનુસાર તેમના માટે અલગ અલગ પેજ ધરાવે છે. વેબસાઇટ ખોલતા જ તેમાં પુરુષ અને મહિલાઓ માટેના પેજ અલગ દર્શાવે છે. જેના પર પુરુષ અને સ્કાર્ફ બાંધેલી મહિલાનું ચિત્ર છે. આ ઓનલાઇન સેક્સ શોપમાં કોન્ડોમ, મસાજ ઓઇલ, સ્પ્રે અને સેન્ટની રેન્જ ખરીદદારો માટે ઉપલબ્ધ છે.
આ સાઇટ 38 વર્ષીય હાલુક ડેમિરેલે તૈયાર કરી છે. તેમનું આ અંગે કહેવું છે કે "બહારના લોકોની જેવી માન્યતા છે તેનીથી વિપરીત ઇસ્લામમાં પણ સેક્સ્યુઆલિટીને સામાન્ય માનવીય જરૂરિયાત ગણાવવામાં આવી છે."

આ પ્રકારની વેબસાઇટ શરૂ કરવા પાછળનું કારણ સમજાવતા ડેમિરેલે જણાવ્યું કે "કેટલાક લોકો ખાસ કરીને મહિલાઓ પોર્નોગ્રાફી જેવી દેખાતી વેબસાઇટ પર જઇને પ્રોડક્ટ્સ ખરીદવામાં સહજતા અનુભવતી નથી અને સંકોચાય છે. કેટલાક લોકોને વેસ્ટર્ન પ્રકારની શોપ પર જવું ગમતું નથી. આવી સ્થિતિમાં હલાલ સેક્સ શોપ સહજતા આપતી જગ્યા છે. જ્યાં લોકો પોતાની જરૂરિયાતની વસ્તુઓ સરળતાથી ખરીદી શકે છે."
બીજી તરફ તુર્કીના સોશિયલ મીડિયા પર હલાલ સેક્સ શોપ અંગે ચર્ચા છેડાયેલી છે. લોકો પક્ષ અને વિપક્ષમાં પોતાના વિચારો રજૂ કરી રહ્યા છે. કેટલાક તેની મજાક પણ ઉડાવી રહ્યા છે. આ બાબત તેનો પ્રચાર કરી રહી છે. દરરોજ 50000 લોકો તેની મુલાકાત લઇ રહ્યા છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?









Click it and Unblock the Notifications
