મોદી જ નહીં આ નેતો પણ ટ્વીટર પર રહે છે અપડેટ
નવી દિલ્હી, 1 જૂનઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વીટર અને સોશિયલ નેટવર્કિંગ ફેસબુક પર તેમનું અધિકૃત એકાઉન્ટ પીએમઓના નામથી હાંસલ થઇ ગયું છે, પરંતુ તેમ છતાં તેઓ પોતાના વ્યક્તિગત એકાઉન્ટ પર પણ અપડેટ રહે છે. મોદીએ તાજેતરમાં પોતાની કેબિનેટમાં સામેલ તમામ મંત્રીઓને સલાહ આપી છેકે તે પોતાની એક્ટિવિટી સોશિયલ નેટવર્કિંગ પર વધારે જેથી જનતા વચ્ચે વધુંમાં વધું પહોંચી શકાય. મોદી ઉપરાંત અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા, યુકેના વડાપ્રધાન ડેવિડ કેમરોન, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન ટોની એબોટ, યુરોપિયન યુનિયનના પ્રેસિડેન્ટ, જાપાનના વડાપ્રધાન સાથે જ વિશ્વના અનેક નેતાઓ ટ્વીટર પર છે.
આ તમામ નેતા ઘણા સક્રિય છે. આ વર્ષે જાન્યુઆરીમાં રજૂ થયેલા એક સ્ટડી રીપોર્ટ પર જો વિશ્વાસ કરીએ તો રાજનેતાઓ તરફથી ટ્વીટરનો પ્રયોગ છેલ્લા બે વર્ષોમાં 93 ટકા વધી ગયો છે. આ સ્ટડી અનુસાર પાંચમાંથી ચાર રાજકારણીઓ ટ્વીટર પર સક્રીય રહે છે. તો ચાલો તસવીરો થકી જોઇએ કયા કયા નેતા ટ્વીટર પર છે સક્રીય.

નંબર વન બરાક ઓબામા
અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાં ટ્વીટર પર સૌથી ચર્ચિત હસ્તી છે અને સૌથી લોકપ્રીય નેતા છે. બરાક ઓબામાને હાલના સમયે વિશ્વમાં 43 મિલિયન કરતા વધારે લોકો ફોલો કરે છે.

યુકેના વડાપ્રધાન ડેવિડ કેમરુન
યુકેના વડાપ્રધાન ડેવિડ કેમરુન પણ ટ્વીટર પર અપડેટ રહે છે. કેમરુનને હાલ 6 કરોડ કરતા વધારે લોકો ફોલો કરે છે.

ફ્રેંકોઇસ હોલાંદ
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ફ્રેકોઇસ હોલાંદ સતત જનતા પ્રશ્નોના જવાબ પોતાના ટ્વીટરથી આપે છે. ફ્રેકોઇસના ફોલોઅર્સની સંખ્યા છ કરોડ કરતા વધારે છે.

કેનેડાના વડાપ્રધાન સ્ટીફન હાર્પર
કેનેડાના વડાપ્રધાન સ્ટીફન હાર્પરે મોદીને તેઓ વડાપ્રધાન બન્યા એ ઉપરાંત ટ્વીટ કરી બન્ને દેશો વચ્ચેના સંબંધો સારા હોવાની આશા વ્યક્ત કરી હતી. કેનેડિયન પીએમ સવારે સૌથી પહેલા પોતાનું ટ્વીટર હેન્ડલ ચેક કરે છે.

મેક્સિકોના વડાપ્રધાન ફેલેપી કાલડેરોન
મેક્સિકોના વડાપ્રધાન ફેલેપી પણ ટ્વીટર પર ઘણા સક્રીય છે. ફેલેપીને બે મિલિયન કરતા વધારે લોકો ફોલો કરે છે. ફેલેપી ટ્વીટરને જનતા સાથે સીધુ જોડાવાનું સર્વોત્તમ સાધન માને છે.

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન ટોની અબોટ જેમના ફોલોઅર્સની સંખ્યા બે કરોડ કરતા વધારે છે, ટોની અનુસાર ટ્વીટર એક એવું પ્લેટફોર્મ છે, જ્યાં જનતા પોતાની સમસ્યા સીધી તમારી સુધી પહોંચાડી શકે છે.

દમિત્રી મેદવેદેવ
રશિયાના વડાપ્રધાને તાજેતરમાં એક પોલીસીની જાહેરાત ટ્વીટર કરી હતી. દમિત્રીના હાલ ટ્વીટર પર સાત કરોડ ફોલોઅર્સ છે.

ક્વીન રાનિયા અલ અબ્દુલ્લાહ
જોર્ડનની મહારાણી રાનયા જે સમાજસેવાના કાર્યોમાં ઘણા લોકપ્રીય છે, ટ્વીટર પર સતત પોતાની કોઇને કોઇ યોજનાનો ઉલ્લેખ કરે છે. ક્વીન રાનિયાના 3 મિલિયન કરતા વધારે ફોલોઅર્સ છે.

સૌથી લોકપ્રીય
જે પ્રકારે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બન્યા બાદ પીએમઓ ઇન્ડિયા નામનું એક પેજ આપવામાં આવ્યું છે, તેવી જ રીતે બરાક ઓબામાને ધ વ્હાઇટ હાઉસ નામથી અધિકૃત પેજ આપવામાં આવ્યું છે. વ્હાઇટ હાઉસને હાલ વિશ્વભરમાંથી ચાર મિલિયન કરતા વધારે ફોલો કરે છે.

બ્રિટિશ પીએમનું અધિકૃત ટ્વીટર હેન્ડલ
પીએમઓ અને વ્હાઇટ હાઉસની જેમ યુકેના વડાપ્રધાન ડેવિડ કેમરુનનું અધિકૃત નંબર10 ગવર્નમેન્ટ નામથી એક પેજ આપવામાં આવ્યું છે.












Click it and Unblock the Notifications
