ઓબામાએ વિદાઇ પહેલાં પોતાના ટી-ફ્રેન્ડને કર્યા યાદ

Written By:
Subscribe to Oneindia News

અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ 20 જાન્યુઆરીએ પોતાના પદ પરથી રિટાયર થઇ રહ્યાં છે. વ્હાઇટ હાઉસમાંથી વિદાય લેતાં પહેલાં ઓબામાએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી હતી. ઓબામા એ ફોન પર અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો સુધારવા માટે તથા વધુ મજબુત બનાવવા માટે મોદીને ધન્યવાદ કહ્યું હતું. વ્હાઇટ હાઉસ તરફથી આ જાણકારી આપવામાં આવી છે.

obama modi

ઓબામાએ ગણતંત્ર દિવસની શુભકામના આપી

વ્હાઇટ હાઉસ તરફથી એક રીડઆઉટ જાહેર કરવામાં આવ્યું છે. બુધવારે જાહેર કરવામાં આવેલા રીટઆઉટ અનુસાર ઓબામાએ ફોન પર પીએમ મોદી સાથે વાત કરી તેમને તેમના સહાકર બદલ ધન્યવાદ કહ્યું હતું. સાથે જ ઓબામાએ બંન્ને દેશો વચ્ચેના ડિફેન્સ, સિવિલ-ન્યૂક્લિયર એનર્જી અને બંન્ને દેશો વચ્ચે સંપર્ક વધારવા માટે કરવામાં આવેલા પ્રયાસોની સમીક્ષા કરવા બદલ પણ આભાર માન્યો હતો. તેઓ વર્ષ 2015માં ગણતંત્ર દિવસના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભારત આવ્યા હતા, એ સમયને તેમણે યાદ કર્યો હતો. સાથે તેમણે વડાપ્રધાનને ભારતના 68માં ગણતંત્ર દિવસની શુભકામનાઓ પણ પાઠવી હતી.

મોદીને શુભકામના પાઠવવાવાળા પહેલા નેતા છે ઓબામા

ટેલિફોન પર થયેલી વાતચીતમાં આ બંન્ને નેતાઓએ આર્થિક અને સુરક્ષા પ્રાથમિકતાઓની દિશામાં થયેલી પ્રગતિ પર પણ ચર્ચા કરી હતી. ક્લાઇમેટ ચેન્જ અંગે પણ તેમણે વાતચીત કરી હતી.

અહીં વાંચો - નોટબંધી : કાળા નાણાંને રોકવા સરકારનો નવો પેંતરો, જાણો શું છે

ઓબામા દુનિયાના પહેલા એવા નેતા છે, જેમણે વર્ષ 2014માં લોકસભા ચૂંટણીમાં પીએમ મોદીને મળેલી વિશાળ જીત પર સૌથી પહેલાં અભિનંદન આપ્યા હતા. એ જ સમયે ઓબામાએ પીએમ મોદીને વ્હાઇટ હાઉસ આવવાનું આમંત્રણ મળ્યું હતું. સપ્ટેમ્બર 2014માં બંન્ને નેતાઓની વ્હાઇટ હાઉસમાં પહેલી મુલાકાત થઇ હતી. આ બંન્ને નેતાઓની પોતાના કાર્યકાળ દરમિયાન 8 મુલાકાત થઇ છે. ભારત અને અમેરિકાના નેતાઓ વચ્ચે થનારી મુલાકાતોમાં આ એક રેકોર્ડ છે.

બંન્ને નેતાઓએ એકબીજાના ખૂબ વખાણ કર્યા

સહાયક વિદેશ સચિવ નિશા દેસાઇ બિસ્વાલે જણાવ્યું કે, બંન્ને નેતાઓ વચ્ચે ઘણા સારા સંબંધો છે. તેમણે એમ પણ કહ્યું કે, બંન્ને નેતાઓ વ્યક્તિગત રીતે એકબીજા સાથે જોડાયેલા છે. રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ઘણા પ્રસંગોએ પીએમ નરેન્દ્ર મોદીના ખૂબ વખાણ કર્યા છે. ઓબામાના શબ્દોનો ટાઇમ મેગેઝિન દ્વારા પીએમ મોદીના પ્રોફાઇલમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તો સામે પીએમ મોદીએ પણ હંમેશા ઓબામાના મૂલ્યો અને તેમના નેતૃત્વના જાહેરમાં ખૂબ વખાણ કર્યા છે.

English summary
Outgoing US President Barack Obama telephoned Prime Minister Narendra Modi before his departure from White House.
Please Wait while comments are loading...