સ્કૂલમાંથી 79 બાળકોનું અપહરણ, પ્રિન્સિપાલને પણ સાથે ઉઠાવી ગયા
સ્કૂલમાંથી 79 બાળકોનું અપહરણ, પ્રિન્સિપાલને પણ ઉઠાવી ગયા
કેમરૂનમાં ચોકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક સ્કૂલના 79 બાળકોનું અપહરણ થયું છે. અપહરણકારો બાળકોની સાથોસાથ પ્રિન્સિપાલને પણ ઉઠાવી ગયા છે. હજુ સુથી એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે આ ઘટનાને કોણે અંજામ આપ્યું છે. હજુ સુધી કોઈપણ અલગાવવાદી સંદગઠને આ ઘટના માટે કોઈ જવાબદારી સ્વીકારી નથી.

જાણકારી મુજબ સમગ્ર મામલો પશ્ચિમી કેમરૂનના બામેંદા શહેર સ્થિત એક સ્કૂલનો છે. સરકાર અને સેના સાથે જોડાયેલ સૂત્રો મુજબ સ્કૂલમાંથી 79 બાળકોની સાથે પ્રિન્સિપાલનું પણ અપહરણ થયું છે. સેના સાથે જોડાયેલ અધિકારીઓએ જણાવ્યું કે રાષ્ટ્રપતિ પૉલ બિયાના ફ્રેન્ચ બોલવાવાળી સરકારનો વિરોધ કરતા અલગાવવાદીઓએ કેટલાય વિસ્તારોમાં કર્ફ્યૂનું એલાન રકી રાખ્યું છે. આ પ્રદર્શનમાં સ્કૂલોને પણ બંધ રાખવાની ધમકી આપવામાં આવી હતી. એમની ધમકી છતાં આ સ્કૂલ ખોલવામાં આવી હતી. આ વચ્ચે સોમવારે બાળકોની સાથે પ્રિન્સિપાલનું અપહરણ કરવાના અહેવાલ સામે આવ્યા છે.
હાલ સરકાર સાથે જોડાયેલ પ્રવક્તાએ જણાવ્યું કે બાળકોની શોધખોળ થઈ રહી છે. જો કે હજુ સુધી કોઈપણ સફળતા હથે લાગી નથી. સર્ચ ઓપરેશન સતત ચાલી રહ્યું છે, અહેવાલ મળી રહ્યા છે કે અપહરણકર્તા બાળકોને જંગલ તરફ લઈ ગયા છે. જો કે એમને ક્યાં રાખવામાં આવ્યા છે તેનો હજુ સુધી કોઈ ખુલાસો થયો નથી. આ ઘટનાને કોણે અંજામ આપ્યો તે અંગે પણ હજુ કોઈ જ આઈડિયા નથી.
આ પણ વાંચો- ગૂગલની મેસેજિંગ સર્વિસને કારણે ઈરાનમાં માર્યા ગયા 30 અમેરિકન જાસૂસ!
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
