For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓક્સફોર્ડે કોરોના વેક્સીનનું નામ ChAdOx1 nCoV-19 રાખ્યું, આવી રીતે કરશે કામ

ઓક્સફોર્ડે કોરોના વેક્સીનનું નામ ChAdOx1 nCoV-19 રાખ્યું, આવી રીતે કરશે કામ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ વૈશ્વિક મહામારી કોરોના વાયરસથી લડવા માટે વેક્સીન વિકસિત કરવા માટે ઑક્સફોર્ડ યૂનિવર્સિટી વેક્સીન ગ્રુપ અને જેનર ઈન્સ્ટીટ્યૂટે એકબીજા સાથે હાથ મિલાવ્યા છે. આ વેક્સીન એડેનોવાયરસ વેક્સીન વેક્ટર ટેક્નિક પર આધારિત છે. વૈજ્ઞાનિકો દ્વારા વિકસિત કરવામાં આવતી કોવિડ-19 વેક્સીનનું કોડ નામ ChAdOx1 nCoV-19 છે.

ઉલ્લેખનીય છે કે ગંભીર તીવ્ર શ્વસન સિંડ્રોમના કારણે થનાર આ બીમારીનો પતો પહેલીવાર ચીનના વુહાન શહેરમાં 2019માં લાગ્યો હતો, જ્યાં અજ્ઞાત કારણોથી નિમોનિયાના શિકાર રોગીઓનો એક સમૂહ સામે આવ્યા બાદ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આ વિશે જણાવ્યું હતું.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને 30 જાન્યુઆરી 2020ના રોજ કોરોના વાયરસને સાર્વજનિક સ્વાસ્થ્ય ઈમરજન્સી ઘોષિત કરી દીધી અને SARS-CoV-2ના કારણે થતી બીમારીને સત્તાવાર રીતે 11 ફેબ્રુઆરી 2020ના રોજ COVID19 નામ આપવામાં આવ્યું.

જો કે અન્ય કેટલાય લોકોમાં વાયરસના પ્રકોરના આંકલન બાદ 11 માર્ચ 2020ના રોજ ડબલ્યૂએચઓએ કોવિડ-19ને મહામારી ઘોષિત કરી દીધી. આવું પહેલીવાર બન્યું છે જ્યારે કોઈ કોરોના વાયરસે મહામારી પેદા કરી હોય.

ઉલ્લેખનીય છે કે જીવલેણ કોરોના વાયરસે અત્યાર સુધી આખી દુનિયામાં 1,80,000 લોકોના જીવ ભરખી લીધા છે. કોવિડ 19થી સૌથી વધુ પ્રભાવિત દેશ અમેરિકા છે, જ્યાં અત્યાર સુદી 8 લાખથી વધુ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને 45 હજારથી વધુ મોત થઈ ચૂક્યાં છે.

આ વેક્સીન એક એડોનોવાયરસ વેક્સીન વેક્ટર ટેક્નિક પર આધારિત છે

આ વેક્સીન એક એડોનોવાયરસ વેક્સીન વેક્ટર ટેક્નિક પર આધારિત છે

અહીં કોરોના વાયરસના રૂપમાં અનુકરણ કરવા માટે કોરોના વાયરસ આનુવાંશિક (આરએનએ) જાણકારીને એડેનોવાયરસ (સામાન્ય વાયરસ)માં ઈન્જેક્ટ કરવામાં આવે છે. પછી આ સંશોધિત એડેનોવાયરસને શરીરમાં ઈંજેક્ટ કરવામાં આવી શકે છે. જેથી એડેનોવાયરસ વેક્સીન કોડ્સ અથવા વેક્સીન રસાયણોના વેક્ટરના રૂપમાં કાર્યરત કરે છે, માટે આને એડેનોવાયરસ વેક્સીન વેક્ટર કહેવામાં આવે છે.

માનવ શરીર કોવિ઼ડ-19 સ્પાઈકની સમાન સ્પાઈક (એંટીજન) વિકસિત કરશે

માનવ શરીર કોવિ઼ડ-19 સ્પાઈકની સમાન સ્પાઈક (એંટીજન) વિકસિત કરશે

કોરોના વાયરસથી બાહરી સપાટી પર ક્લબના આકરા સ્પાઈક્સ છે. આ સ્પાઈક્સ પ્રોટીનથી બનેલા હોય છે અને ChAdOx1 nCoV-19 વેક્સીન આ સ્પાઈક્સને લક્ષિત કરવા જઈ રહી છે. એકવાર જ્યારે આ વેક્સીનને માનવ શરીરમાં ઈનજેક્ટ કરવામાં આવે છે, તો માનવ શરીર કોરોના વાયરસ સ્પાઈકની સમાન સ્પાઈક્સ (એંચીજન) વિકસિત કરશે. આ કોરોના વાયરસ સ્પાઈકની જેમ અનુકરણ કરશે.

માનવ શરીરની પ્રતિરક્ષા પ્રણાલી આ સ્પાઈકનો પતો લગાવી લે છે

માનવ શરીરની પ્રતિરક્ષા પ્રણાલી આ સ્પાઈકનો પતો લગાવી લે છે

જો એકવાર માનવ શરીરની પ્રતિરક્ષા આ સ્પાઈકનો પતો લગાવી લે છે, તો આ તેના પર હુમલો કરવા માટે એન્ટી બૉડીનું ઉત્પાદન શરૂ કરી દેશે અને ઈમ્યૂન સિસ્ટમ આ સ્પાઈક્સને યાદ રાખશે અને વાયરસ હુમલાના પ્રતિ ઉત્તર માટે ઉક્ત એંટી બૉડીને હંમેશા શરીરમાં તૈયાર રાખશે.

આવી રીતે ChAdOx1 nCoV-19 વેક્સીન માનવ શરીર પર કામ કરશે

આવી રીતે ChAdOx1 nCoV-19 વેક્સીન માનવ શરીર પર કામ કરશે

બાદમાં અસલી કોરોના વાયરસ હુમલો થાય છે, તો માનવ શરૂર તરત જ તેને ઓળખી લેશે અને તેની સામે લડવા માટે એન્ટી બૉડીજ છોડી દેશે. આવી જ રીતે ChAdOx1 nCoV-19 વેક્સીન કામ કરશે.

આ વેક્સીનનું પરીક્ષણ બ્રિટનમાં કેટલાય સ્થળોએ કરાઈ રહ્યું છે

આ વેક્સીનનું પરીક્ષણ બ્રિટનમાં કેટલાય સ્થળોએ કરાઈ રહ્યું છે

ઑક્સફોર્ડ યૂનિવર્સિટી વેક્સીન ગ્રુપ અને જેનર ઈન્સ્ટીટ્યૂટ દ્વારા સંયુક્ત રૂપે તૈયાર કરવામાં આવતી વેક્સીનનું પરીક્ષણ બ્રિટનમાં કેટલાય સ્થળોએ કરવામાં આવી રહ્યું છે. ઑક્સફોર્ડના પહેલા જ પરીક્ષણ માટે બ્રિસ્ટલ, ટેમ્સ વેલી, સાઉથેમ્પ્ટન અને ગ્રેટર લંડન ક્ષેત્રથી 550 સ્વયંસેવકોનની ભરતી કરવામાં આવી ચૂકી છે.

વેક્સીનના પરીક્ષણ માટે કોઈપણ સ્વયંસેવી સ્ટડીનો ભાગ બની શકે છે

વેક્સીનના પરીક્ષણ માટે કોઈપણ સ્વયંસેવી સ્ટડીનો ભાગ બની શકે છે

જો કોઈ આ સ્ટડીનો ભાગ બનવા માંગે છે અને વેક્સીનના પરીક્ષણ માટે કોઈ ઈચ્છુક હોય તો તે પોતાના લોકલ સ્ટડી એરિયામાં વેક્સીન પરીક્ષણમાં ભાગ લેવાની પૂરી જાણકારી અહીં દર્શાવેલ લિંગ https://www.covid19vaccinetrial.co.uk/volunteer પર ક્લીક કરી ક્લીક કરીને સંપૂર્ણ માહિતી આસાનીથી મેળવી શકે છે.

English summary
The disease, caused by severe acute respiratory syndrome (SARS-CoV-2), was first detected in December 2019 in Wuhan, China, where world health after a group of pneumonia victims succumbed to unknown causes. The organization (WHO) was told about it. Outbreak On 30 January 2020, the WHO declared the corona virus a public health emergency.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X